રાહત:અંકલેશ્વરના મુખ્ય માર્ગ પર જોખમી પોલ પાલિકાએ ઉતારી લેતાં હાશકારો

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેસ નિકાલ માટે ઊભો કરાયેલો પોલ કાટ ખાતાં જોખમી બન્યો હતો
  • પાલિકા પાસેથી ડ્રેનેજ પર લગાવેલો પાઇપ ઝાડ પર લટકતો હતો

અંકલેશ્વર શહેર મુખ્ય માર્ગ પર જોખમી ડ્રેનેજ પાઇપ પોલ પાલિકા તંત્ર ઉતારી લેતા સ્થાનિક દુકાનદારો હાશકારો અનુભવ્યો હતો. નગરપાલિકા પાસે જૂની ડ્રેનેજ લાઈન નો ગેસ નિકાલ માટે લગાવેલ 30 ફૂટ ઉંચો પાઇપ પડવાના વાંકે ઝાડ પર લટકો હતો. રોડ પર પડે તે પૂર્વે પાલિકા દ્વારા ઉતારી લેતા લોકો હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર શહેરના મુખ્ય માર્ગ પર પીરામણ નાકા વિસ્તારમાં રોડ ને અડી ને નગરપાલિકા ની જૂની ડ્રેનેજ લાઈન પર ડ્રેનેજ લાઈન માં ઉત્પન્ન થતો ગેસ નિકાલ માટે 30 ફૂટ ઉંચો પાઇપ પોલ ઉભો કરવામાં આવ્યો હતો.

જે ડ્રેનેજ લાઇન બંધ થઈ ગયા બાદ ગેસ પાઇપ પોલ જમીન પાસે થી કાટ ખાઈ જતા પડવાના વાંકે લટકી ને બાજુ ના રહેલ ઝાડ પર લટકી પડ્યો હતો. જે ગમે ત્યારે પડી શકે એમ હતો. આજ રોજ વરસાદ માં ઝાડ પર પડેલ પાઇપ પોલ પડવાની સ્થિતિ નજરે પડતા સ્થાનિક દુકાનદારો દ્વારા પાલિકા કચેરી ખાતે જાણ કરવામાં આવી હતી જેને ધ્યાને તાંબરતોબ પાલિકા ફાયર અને ડિઝાસ્ટર ટીમ દ્વારા ગેસ ચેમ્બર પાઇપ પોલને જેસીબીની મદદ થી રસ્તો બંધ કરી સુરક્ષિત રીતે ઉતારી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...