સમસ્યા:આમલાખાડીની યોગ્ય સફાઈ ન થતા અંકલેશ્વરમાં પૂરનો ખતરો

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે ચોમાસામાં આમલાખાડી ઓવરફ્લો થવાની ઘટના બને છે

અંકલેશ્વર શહેર ને અડીને પસાર થતી આમલાખાડી ને લઇ ચોમાસા દરમિયાન પશ્ચિમ વિસ્તાર તેમજ હાંસોટ રોડ પર આવેલ ગામો માં અને જુના દીવા ગામમાં આમલાખાડી ના પાણી ફરી વળતા હોય છે. પ્રતિવર્ષ આમલાખાડી ને લઇ શહેર ના સર્વોદય નગર ,એશિયાડ નગર વિસ્તારમાં આમલાખાડી ને લઇ વર્ષાઋતુમાં 3 થી વધુ વાર લોકો ના ધરો માં પાણી ફરી વળતા હોવાની સ્થિતિ સર્જાઈ છે.

જે આમલાખાડીનું પાણી શહેર ના કમલમ તળાવ થઇ હાંસોટ રોડ પર આવેલ અનેક સોસાયટી ને પ્રભાવિત કરે છે. પાલિકા વિપક્ષ ના સભ્ય બખ્તિયાર પટેલ દ્વારા પાલિકા ઉપરાંત અંકલેશ્વર મામલતદાર અંકલેશ્વર નાયબ કલેકટર સહીત ઉચ્ચસ્તરીય રજુઆત કરી છે. અને આ અંગે વધુમાં જણાવતા તેઓ દ્વારા જેને સફાઈ નો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેઓ દ્વારા યોગ્ય રીતે સફાઈ ના કરી લીપાપોતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...