લોકોમાં રોષ:અંકલેશ્વરના વોર્ડ નંબર-4 તીર્થનગરમાં વરસાદી પાણી ભરાતા રોગચાળાનો ભય

અંકલેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકાના સત્તાપક્ષ કે વિપક્ષના એકપણ સભ્ય સ્થળ પર ન આવતા લોકોમાં રોષ

અંકલેશ્વર પાલિકા સત્તા અને વિપક્ષ બને વોર્ડ એવા 4 નંબર વોર્ડમાં આવેલ તીર્થ નગર અને આજુબાજુની સોસાયટી વિસ્તારમાં પાલિકા દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન અનેકવાર ભારે વરસાદ માં પાણી ભરાવો થવાની સમસ્યા સમસ્યા સર્જાઈ હતી. ચોમાસા પૂર્વે કરવામાં આવતી પ્રિ મોન્સૂન કામગીરી દરમિયાન અહીં પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ના કરવામાં આવતા વારંવાર પાણી ભરાવો થઈ રહ્યો છે.

વરસાદી પાણી નિકાલ ના થતા અહીં માર્ગો પર પાણી ભરાવો જોવા મળી રહ્યો છે તેમજ રોડ સાઈડ આવેલી ખુલ્લી જગ્યામાં પાણી ભરાવો જોવા મળી રહ્યો છે. આ અંગે સ્થાનિક પાલિકા સભ્ય તેમજ પાલિકા કચેરી ખાતે વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં આ બાબતે હજી સુધી કોઈ જ કાર્યવાહી પાલિકા દ્વારા ના કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રજૂઆત બાદ પણ પાલિકાના સત્તાધીશો કોઈપણ પ્રકારની કામગીરીના કરતા હોય તેવા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...