તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમનો આયોજન:સ્વાતંત્ર્ય સંગ્રામનામાં દાંડીકૂચએ શિરમોર ઘટનાઃ ગણપત વસાવા

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માંગરોલ ખાતેના દાંડીયાત્રાના રાત્રિ રોકાણ દરમિયાન કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત ૧૨ મી માર્ચથી પ્રારંભાયેલી દાંડીયાત્રાએ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના માંગરોલ ગામે રાત્રિ રોકાણ કર્યું હતું. માગરોલ ગામના ગ્રામજનો સાથે જિલ્લાના અધિકારીઓ- પદાધિકારીઓ પદયાત્રીઓનુ સ્વાગત કર્યુ હતું.

માંગરોલ ખાતેના રાત્રિ રોકાણ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આદિજાતિ વિકાસ અને પર્યાવરણ મંત્રી ગણપતભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતની આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવાના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીનો ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા. ૧૨ મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જે ભૂમિ પરથી આઝાદીના જંગના મંડાણ થયા હતા એ જ ભૂમિ પરથી દેશની સ્વાતંત્ર્યતાના ૭૫ વર્ષની ઉજવણીની શરૂઆત થઈ છે તે ગુજરાત માટે ગૌરવની બાબત ગણી શકાય.

તેમણે વધુમાં કહ્યું કે, આજની યુવા પેઢીને આઝાદીના ભવ્ય અને ગૌરવશાળી ગાથાનો ઈતિહાસ જાણે તેમજ રાષ્ટ્રભક્તિ, સમર્પણ અને બંધુત્વની ભાવના પ્રબળ બને તે માટે દાંડીયાત્રાનું આયોજન છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં દાંડીકૂચએ શિરમોર ઘટના ગણી શકાય તેમજ મીઠા પર કર નાખી અંગ્રેજોએ ભારતના આત્મ-સન્માન પર ઠેસ પહોચાડી હતી. ગાંધીજીએ મીઠાના કાયદા સામે અવાજ ઉઠાવી આઝાદીની માંગના અવાજને બુલંદ કર્યો છે તેમજ સૌ માટે આવશ્યક એવા મીઠા પર નાખેલા કરના વિરોધને નિમિત્ત બનાવી મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ કરી અને દાંડીના કિનારે ચપટી મીઠું ઉપાડી ભારત દેશની આઝાદીના દ્વાર ખોલી નાખ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

માંગરોલ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેવેશ દવે અને ગૃપ ધ્વારા પૂ. ગાંધીબાપુનુ પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રજૂ થયું હતું તથા ગાંધી ભજનાવલી અને દેશ ભકિતના ગીતો રજુ કર્યા હતા. અને દિપ આર્ટસ ધ્વારા સ્વદેશી અપનાવો - દેશ કા સ્વાભિમાન બઢાઓ..નાટક રજુ થયું હતું. જિલ્લા કલેકટરશ્રી ડૉ. એમ. ડી. મોડિયાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી દાંડીયાત્રા કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ અવસરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, હાંસોટ તાલુકાના પ્રમુખ ગેમલશીભાઈ પટેલ સહિત જિલ્લાના અધિકારી- પદાધિકારીઓ, ગ્રામજનો- અને દાંડીયાત્રિકો ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો