તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમૃત મહોત્સવ:દાંડીયાત્રિકો ભરૂચના નવચોકી ઓવારાથી હોડીમાં બેસી નર્મદા નદી પાર કરી અંકલેશ્વર ખાતે પહોંચ્યા

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વર વહીવટીતંત્ર અને સામાજિક આગેવાનોએ દાંડીયાત્રિકોનું સ્વાગત કર્યું

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા આજે પંદરમા દિવસે દેરોલ હાઇસ્કૂલથી નીકળેલી બપોરે સેવાશ્રમ – ભરૂચ ખાતે આવી પહોંચી હતી અને બપોરનું વિશ્રામ સ્થળ રાજપૂત છાત્રાલય ખાતે રાખવામાં આવ્યું હતું.બપોરના વિશ્રામ બાદ રાજપૂત છાત્રાલય-ભરૂચ ખાતેથી ખુશનુમાભર્યા વાતાવરણમાં નીકળેલી દાંડી યાત્રા ભરૂચના પાંચબત્તી,લલ્લુભાઇના ચકલા થઇ નવચોકીના ઓવારાથી નર્મદા નદી પાર કરી દાંડીયાત્રિકો હોડીમાં બેસી અંકલેશ્વર ખાતે પહોંચ્યા હતા.

અંકલેશ્વર ખાતે દાંડીયાત્રિકો પહોંચતા વહીવટી તંત્ર તથા આગેવાન પદાધિકારીઓ ધ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ થી અંકલેશ્વર સુધીની દાંડીયાત્રા દરમ્યાન મહાત્મા ગાંધી અમર રહો, ભારત માતા કી જય, વંદેમાતરમ જેવા નાદથી શહેરીજનો દેશભકિતના રંગે રંગાયા હતા. રાત્રિ રોકાણ દરમ્યાન અંકલેશ્વર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દાંડીયાત્રા અંકલેશ્વર ખાતે આવી પહોંચતા રાત્રિ રોકાણના સ્થળે અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો