પ્લાસ્ટિક ઉપયોગ ના ઉપયોગ કરવાની અપીલ સાથે સાયકલ યાત્રા નિકળેલા બ્રિજેશ શર્મા નું આગમન અંકલેશ્વર ખાતે થયું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા તેમજ ઓર્ગેનિક ફાર્મિગ નો સંદેશો જનજન સુધી પહોંચાડવા સાઇકલ યાત્રા યોજી હતી. 17 સપ્ટેમ્બર થી ગાંધીનગર યાત્રા શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 7 રાજ્ય, 30 હજાર કિલોમીટર ની યાત્રા, 7500 થી વધુ ગામો અને 365 વધુ શહેર માં યાત્રા કરી હતી. 28 લાખ થી વધુ વિદ્યાર્થીમાં જાગૃતિ મેસેજ પહોંચાડ્યો હતો. યુરોપ થી નોકરી છોડી મિત્ર ની પોસ્ટ થી પ્લાસ્ટિક સામે જાગૃતિ લાવવા યાત્રા શરૂ કરી હતી.
મૂળ મધ્યપ્રદેશના ભોપાલ નજીક ના ગામ ના રહીશ બ્રિજેશ શર્મા યુરોપ માં નોકરી કરી રહ્યા હતા ત્યારે મિત્ર દ્વારા પક્ષી પ્લાસ્ટિક માં ફસાયા બાદ 3 દિવસ એ તડપી ને મોત નીપજ્યું હતું જે પોસ્ટ મૂકી હતી જે બાદ પ્લાસ્ટિક ના કારણે થતા નુકશાન અને માહિતી શેર કરી હતી જે ના અભ્યાસ બાદ પ્લાસ્ટિક સામે અવર્નેશ લાવવાનો સંકલ્પ કરી યુરોપ થી નોકરી છોડી પરત ભારત આવ્યા હતા. અને દેશ ના પી.એમ દ્વારા પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અવર્નેશ માટે ઉપયોગ બંધ કરવાની અપીલ ને સાંભળ્યા બાદ બ્રિજેશ શર્મા એ દેશ માં પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરવા જાગૃતિ નો સંદેશ ફેલાવવા માટે તેમજ ઓર્ગેનિક ખેતી ની જાગૃતિ માટે ગત 17મી સપ્ટેમ્બર 2019 થી ગાંધીનગર થી સાઇકલ યાત્રા યોજી હતી જે અત્યાર સુધીમાં દેશમાં 7 રાજ્યોમાં 30 હજાર કિલોમીટર કરતાં વધુ સાયકલ યાત્રા કરી છે. આજરોજ સાઇકલ લઇ બ્રિજેશ શર્મા અંકલેશ્વર ખાતે આવતા જલારામ મંદિર ખાતે તેનું સ્વાગત કર્યુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.