અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામના પ્રગતિશીલ ખેડૂત મોન્ટુ મોદીએ પોતાની આંબાવાડી સાથે સફેદ જાંબુ ના છોડ બે વર્ષ અગાઉ રોપ્યા હતા,આજે છોડ વૃક્ષમાં પરિણમતા એક જ ઝાડ પર સફેદ અને લાલા જાંબુ ના ફળ લાગ્યા છે.ખેડૂત મોન્ટુ મોદીએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં આ ફળ ને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. આ સફેદ જાંબુ ના વૃક્ષ કાળા જાંબુ જેવા જ હોવાના કારણે આને સફેદ જાંબુ તરીકે ઓળખવામાં આવે છે. આ ફળ પાકે ત્યારે મીઠા અને થોડા ખાટ્ટા લાગે છે અને મધુર એનો સ્વાદ હોય છે. અમુક જગ્યાએ આ ફળ લાલ રંગના પણ જોવા મળે છે, હાઈબ્રીડ કલમ કરી ને અલગ અલગ જાત બનાવવામાં આવે છે.
સફેદ જાંબુ માં શિયાળા ની ઋતુ દરમિયાન ફૂલ આવવાનું ચાલુ થઈ જાય છે અને ઉનાળો ચાલુ થાય ત્યારે ફળ પરિપક્વ થઈ જતા હોય છે. કોયલ,પોપટ,કાગડો ખૂબ આના ફળ ખાય છે. સફેદ જાંબુ ની અંદર થી ૨ કે ૩ જેટલા બીજ હોય છે, જોકે તેમાં ઠળિયા હોતા નથી.અંદર જ રૂ જેવા પડ આજુબાજુ બનેલા હોય છે. વૃક્ષ ઉપર ખૂબ જ પુષ્કળ પ્રમાણ માં ફળ લાગે છે તેમજ તેના પાન બારે માસ લીલા હોય છે.
સફેદ જાંબુના ફાયદા
સફેદ જાંબુને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે ઓળખવામાં આવે છે.તેનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકાય છે. ડાયાબિટીસમાં તે ખુબ જ ફાયદા કારક છે. આયર્ન, ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને સોડિયમ જેવા તત્વો રહેલા હોવાથી શુગર લેવલે કંટ્રોલમાં રાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.