તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:જીતાલી ગામે ધંધાકીય અદાવતે 2 યુવાન ઉપર ટોળાનો હુમલો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં તોડફોડ કરી 4.27 લાખ રૂપિયાની લૂંટ

અંકલેશ્વર ના કાપોદ્રા પાટિયા ખાતે આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા પોલીસ પુત્ર કૃષ્ણપાલ વસાવા ઝઘડીયા જીઆઇડીસીમાં લેબર કોન્ટ્રાક્ટ નું કામ કરે છે. તે તેના ભાઈના સાળા ફુલ જીત મિસ્ત્રી સાથે ઝઘડીયા જીઆઇડીસી ગયા બાદ અંકલેશ્વર આવતા જીતાલીની માધવ એસેટ પાસે રાત્ર 7 વાગ્યે સ્કોર્પીયો કારે તેમની કારને ઓવર ટેક કરી હતી ઉભી કરી દીધી હતી.

જેમાંથી 5 થી 6 ઈસમો લોખંડ ના પાઇપ લઈને નીચે ઉતરી આવ્યા હતા અને તેમની મહિન્દ્રા થાર ગાડી હુમલો કર્યો હતો અને કાચ તોડી નાખ્યા હતા ગાડી ને નુકસાન પહોંચાડી ત્યારબાદ તેવો બચવા કાર રિવર્સ લેતા પાછળ પણ એક ગાડી આવી ઉભી રહી ગઈ હતી અને તેમના થી પણ 5 થી 6 ઈસમો નીચે ઉતર્યા હતા જેવો પણ પાઇપ લઇ દોડી આવી માર-મારવાની શરૂઆત કરી હતી અને બીભત્સ ગાળો સાથે જાતિવિષયક અપ શબ્દો બોલી તેવો દ્વારા બંને એ પહેરેલા સોનાના દાગીના માં ચેઇન તેમજ વીટી અને કારના ડેક્સ બોર્ડ પર પડેલા 35 હજાર રોકડા, કારમાં પાછળ રહેલા 1 લાખ મળી 4.27 લાખ ની લૂંટ ચલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...