તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:માંડવા-બુઝર્ગ ગામના માતા અને પુત્ર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાડા ચાર વિઘા જમીન પચાવી પાડતા કલેક્ટરમાં ફરિયાદ કરી હતી

અંકલેશ્વરના માંડવા- બુઝર્ગ ગામે માતા અને પુત્ર સામે લેન્ડ ગ્રેબીનની ફરિયાદ નોંધાઈ છે. 45 લાખ રુઇયા ની સાડા ચાર વિઘા જમીન પચાવી પાડી હતી. જિલ્લા કલેક્ટર માં ફરિયાદ કરતા એસ.ડી.એમ અને પોલીસ તપાસનો હુકમ કરાયો હતો. SDM અંકલેશ્વરની તપાસમાં જમીન અતિક્રમણ કરવામાં આવ્યું હોવાનું ફલિત થતા શહેર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

અંકલેશ્વરના માંડવા ગામે માછી ફળિયામાં રહેતા સોમચંદ્ર બેચર પટેલની વડીલો પાર્જિત જમીન ગામની સીમમાં સર્વે નંબર-405 પર આવેલી છે. જે પૈકી પાંચ વિઘા હાઇવમાં ગઈ છે. જેને બાદ કરતાં ચાર વીઘામાં ખેતી કરે છે. 10 વર્ષ પહેલા માંડવા ગામે તળાવ ફળિયામાં રહેતા સવિતાબેન ઈશ્વર વસાવાને રહેવા માટે ઘર નહિ હોવાથી સોમચંદ્ર પટેલના મોટાભાઈની સંપતિથી છાપરું બનાવવા જમીન આપી હતી. સવિતાબેન અને તેના બે દીકરા સંજય વસાવા અને સતીશ વસાવા ત્યાં ઝૂંપડું બાંધી રહેતા હતા. જે બાદ ગામમાં પણ ઘર બનાવ્યું છે. બાદમાં છાપરું હટાવવા જમીન માલિકે કહેતા તે જમીન ખાલી ન કરી ખેડૂતોને ધમકી આપી ઝઘડો કરતા. જેની ખેડૂતે કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...