ફરિયાદ:અંકલેશ્વરમાં બાયોડીઝલ ભરેલા ટેન્કર મામલે ગુનો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CI સેલ ગાંધીનગરની ટીમે ટેન્કર પકડ્યું હતું
  • એફ.એસ.એલ રિપોર્ટના આધારે કાર્યવાહી કરાઇ

અંકલેશ્વર નજીક હોટલ નર્મદા ગેટ પાસે કોઇપણ પ્રકારની પરવાના મેળવ્યા વગર અનઅધિકૃત રીતે બાયો ડીઝલ પંપ ચાલુ છે. તેમજ બાયો ડીઝલ ભરેલ ટેંકર આ પંપ ઉપર ખાલી થાય છે. તેવી બાતમી આધારે સી.આઇ.ડી સેલ ગાંધીનગર ની ટીમ દ્વારા દરોડા પાડ્યા હતા. જ્યાં શંકાસ્પદ ટેન્કરની ઝડતી કરતા અને ટેન્કરના ડ્રાઇવરની પુછપરછ કરતા કોઇ પ્રકારની મંજૂરી ના હતી અને જરૂરી દસ્તાવેજી પુરાવા આપવા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જે આધારે જી.આઇ.ડી.સી પોલીસ મથકે જાણ કરી હતી.

સી.આઇ.ડી.ક્રાઇમ ગુજરાત રાજ્ય ગાંધીનગર પી.એસ.આઈ તેમજ જીઆઇડીસી પી.આઈ. દ્વારા ટેન્કર તેમજ બાયો ડીઝલ પંપ માંથી સેમ્પલ લઇ એફ.એસ.એલ માં મોકલી આપ્યા હતા. તેમજ જિલ્લા પુરવઠા અધિકારી ને પણ જાણ કરતા તેવો પણ જે તે વખતે સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે જરૂરી રિપોર્ટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...