ગત 14 ડિસેમ્બર ના રોજ અંકલેશ્વર એલસીબી પોલીસે એશિયન પેન્ટ ચોકડી પર થી શંકાસ્પદ મિથેનોલ ભરેલ ટેન્કર ઝડપી પાડ્યું હતું. જે તે વખતે પોલીસે 41(1) ડી મુજબ 24 હજાર લીટર જ્વલનશીલ દ્રવ્ય એવા મીથેનોલ નો જથ્થો કિંમત રૂપિયા 4.32 લાખ રૂપિયા અને ટેન્કર જપ્ત કયું હતું.
તેમજ ટેન્કર ચાલક સુરજીતસીંગની પૂછપરછ કરતા અંદર રહેલા મીથેનોલનો જથ્થો મહારાષ્ટ્રના રાયગઢ સ્થિત સુદર્શન કેમિકલમાંથી રિકવર મીથેનોલ ભર્યું હતું અને પાનોલી ખાતે ઓમકાર કેમિકલમાં આપવાનું હોવાની કબુલાત કરી હતી. પોલીસે પ્રથમ રાયગઢ અને ત્યારબાદ પાનોલી ની ઓમકાર કેમિકલ કંપનીમાં પૂછપરછ શરુ કરી હતી.
જેમાં ઓમકાર કેમિકલ ના સંચાલક દ્વારા વચેટિયા ના મારફતે કંપની ના બિલ પર મીથેનોલ મગાવ્યું હતું જે અંગે ખરીદ-વેચાણ અંગેની પણ કોઈ પરવાનગી ના હતી. તેમજ જે ખરીદનાર હતા તેમની પાસે પણ જરૂરી મંજૂરી ના હોવાનું ખુલ્યું હતું.
ટ્રાન્સપોર્ટરને પરિવહન માટે જરૂરી લાયન્સ હોવું જોઈએ તે ના હતું. જે અંધારે આખરે પોલીસે 15 થી વધુ લોકો સામે જીઆઇડીસી પોલીસ મથકે જવલનશીલ કેમિકલ હોવાનું જાણવા છતાં માનવ જિંદગી જોખમાય તે કૃત્ય કરી ગુનો આચરવા બદલ ફરિયાદ થઇ છે.
કોની કોની સામે ગુનો દાખલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.