અંકલેશ્વર કોર્ટનો ચુકાદો:ઝગડીયાના કાંટીદરા ગામે નાના ભાઈની હત્યાના કેસમાં કોર્ટે મોટા ભાઈને આજીવન કેદની સજા ફટકારી

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઝગડીયા તાલુકાના કાંટીદરા ગામે વર્ષ 2017માં બેન્કની ચોપડી માગવાના મુદ્દે તેમના મોટા ભાઈએ ઉશ્કેરાઈ જઈને રાત્રીના સમયે તેના નાનાભાઈ અને ભાભીને કુહાડીના ઘા મારીને લોહી લુહાણ કરીને ભાગી ગયો હતો. જોકે તેના નાના ભાઈ અને ભાભીને સારવાર અર્થે ખસેડતા તબીબે તેના ભાઈને મૃત જાહેર કર્યો હતો. જેથી આ અંગે તેની ભાભીએ તેના જેઠ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેનો સમગ્ર કેસ અંકલેશ્વરની નામદાર કોર્ટમાં ચાલી જતાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

મોટા ભાઈએ નાના ભાઈ અને ભાભીને કુહાડીના ઘા જીંક્યા
ગત 17મી નવેમ્બર 2017ના રોજ વડોદરા ખાતે રહેતા શીવા સરાધભાઈ વસાવા પોતાના મૂળ વતન એવા ઝગડીયાના તાલુકાના કાંટીદરા ગામે આવ્યા હતા. જ્યાં તેમણે પોતાના નાના ભાઈ પ્રભાત વસાવા પાસે તેમના બેંકની ચોપડીની માંગી હતી. જે બાબતે પ્રભાતે સવારે જણાવાનું કહીને ધરે પત્ની અને બાળકો સાથે વાડામાં સુઈ ગયા હતો. જ્યારે રાત્રીના બે વાગ્યે પુનઃ શિવાએ પ્રભાતને જગાડી ચોપડીની માંગ કરી હતી. ત્યારે પ્રભાતે હમણાં સુવાડે સવારે જોઈશું હોવાનું કહેતા ઉશ્કેરાયેલા શિવા વસાવાએ કુહાડી વડે નાના ભાઈ પ્રભાત પર ઘા ઝીંકી દીધા હતા. જ્યારે તેની બાજુમાં સુતેલી તેના ભાભી રમીલાને પણ માથામાં તથા હાથના ભાગે કુહાડીના ઘા ઝીંકી દીધા હતા.

સમગ્ર કેસ અંકલેશ્વર એડીશ્નલ સેશન કોર્ટમાં દાખલ થયો
આ અણધાર્યા હુમલા વચ્ચે રમીલા વસાવા પોતાની દીકરીને બચાવવા માટે ત્યાંથી ભાગી બુમાબુમ કરવા લાગતા ગ્રામજનો દોડી આવ્યા હતાં. ત્યાર બાદ 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્ત પ્રભાત અને તેની પત્નીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સ્થળ પર જ પ્રભાતને 108ની ટીમે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં રમીલા વસાવાએ તેના જેઠ વિરૂધ્ધ ઉમલ્લા પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોધાવી હતી. જેનો સમગ્ર કેસ અંકલેશ્વર એડીશ્નલ સેશન કોર્ટમાં દાખલ થયો હતો.

મૃતકના વારસદારને વળતર ચૂકવવા હુકમ
જે કેસમાં સરકારી વકીલ એન.વી.ગોહિલ દ્વારા 15 જેટલા દસ્તાવેજી પુરાવા અને સાહેદોની તપાસ કરી ધારદાર દલીલો કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટના જજ ડી.વી. શાહ દ્વારા શિવા વસાવાને ઈ.પી.કો. 302 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને રૂ.10,000 હજારનો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજા તેમજ આઈ.પી.સી 307 હેઠળ 7 વર્ષની સજા અને 5 હજાર રૂપિયાનો દંડ તેમજ મૃતકના વારસદારને વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...