રજૂઆત:ધંતુરિયા બેટ પર જંગલી પ્રાણીઓની ગણતરી અને મીઠા પાણી ઉપલબ્ધ કરવા માટે રજૂઆત

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેટ ઉપર રહેતા ખેડૂતોને પણ જમીન હકો આપવામાં આવે તેવી માગ

અંકલેશ્વર તાલુકાના ઘંતુરિયા અને ભરૂચના વડવાની વચ્ચેથી વહેતી નર્મદા નદીના વહેણની વચ્ચે CRZ વિસ્તારમાં કેટલાય હેક્ટરનો ઘંતુરિયા બેટ આવેલો છે. આ ઘંતુરિયા બેટ પર મોટી સંખ્યામાં ગરીબ ખેડૂતો 50 વર્ષો ઉપરાંતથી ખેતી કરીને પોતાના પરીવારનું જીવન નિર્વાહ કરી રહેલા છે. ઘંતુરિયા બેટ પર ઘણી સંખ્યામાં જંગલી પ્રાણીઓ આવેલા છે. આ જંગલી જાનવરો ઘંતુરિયા બેટ ઉપર પોતાનું અસ્તિત્વ ટકાવી શકેલા છે અને પોતાનો વિસ્તાર અને સંખ્યામાં ઘણો મોટો વધારો કરવામાં સફળ રહેલા છે.

બેટ પર વસેલા સેંકડો ખેડૂતો, તેમના લહેરાતા ખેતરો અને ઘંતુરિયા બેટમાં વસેલા જંગલી પ્રાણીઓ એકબીજાના પૂરક બનેલા છે. વર્તમાન સમયમાં જ્યારે વન, જંગલો ઘટી રહ્યા છે તથા જંગલી જાનવરોના રહેવાનો વિસ્તાર ઘટી રહ્યો છે, ત્યારે આ ઘંતુરિયા બેટ અને તેમાં વસતા જંગલી જાનવરોની જાળવણી રાખવી ખૂબ જરૂરી છે અને વર્તમાન સમયની લોકોની આ માંગ પણ છે.

બેટ ઉપર વસતા વન્ય જીવો અને ખેડૂતો માટે કઈ રજૂઆતો કરાઈ

  • ઘંતુરિયા બેટ પર વસતા જંગલી વન્ય રાણી ગાય, જંગલી સાંઢ, જંગલી કૂતરાં, શિયાળ, રોઝ, નીલગાય, ઝરખ, દીપડા, સાપ, અજગર અને બીજી જાતિના જંગલી વન્ય જનાવરોની તેમની જાતિ મુજબ વસ્તી ગણતરી કરવામાં આવે.
  • ઘંતુરિયા બેટ પર વસતા જંગલી જાનવરો માટે પીવાના મીઠ્ઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવે.
  • ઘંતુરિયા બેટ વિસ્તાર જે CRZ વિસ્તારમાં આવેલો હોય, ત્યાંની જીવસૃષ્ટિનું પર્યાવરણનું CRZ તથા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એકટ, વન સંરક્ષણ અધિનિયમ મુજબ તથા નૈતિક જવાબદારીના ભાગરૂપે ત્યાં વસતા જાનવરોનું રક્ષણ કરવાના પગલાં લેવામાં આવે.
  • ખેડૂતો માટે પીવાના મીઠ્ઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...