ઉદ્યોગોની ચિંતા વધારી:કોરોનાના બે વર્ષે અંકલેશ્વરના ઉદ્યોગો માંડ બેઠા થયા હવે રશિયા-યુક્રેન યુદ્ધથી એક્ષપોર્ટ 40% ઘટવાનો ભય

અંકલેશ્વર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોસ્મેટિક અને ડાઇઝ સાથે સંકળાયેલા ઉદ્યોગોની ચિંતા વધારી
  • યુરોપ, USA સહિતના દેશોમાં અંકલેશ્વરના ઉદ્યોગો કોસ્મેટિક -ડાઇઝ, ફાર્મા, બલ્ક ડ્રગ, કોટન સહિતનું રો-મટિરિયલની આયાત-નિકાસ પર યુદ્ધની અસર

રસિયાએ યુક્રેન પર હૂમલો કરતાં યુદ્ધની સ્થિતિને લઇને હવે તેની સીધી અસર અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના ઉદ્યોગો ઉપર વર્તાતા સંકટના વાદળો છવાયા છે. ખાસ કરીને એક્સપોર્ટ -ઈમ્પોર્ટ પર તેની 40% સુધી અસર વર્તાઈ શકે છે. અંકલેશ્વરના ઉદ્યોગો યુક્રેન સાથે કોસ્મેટિક ડાઇઝ સાથે સૌથી વધુ સંકળાયેલા છે. તો યુરોપ, યુ.એસ.એ. તેમજ અન્ય દેશોમાં અહીંના ઉદ્યોગો કોસ્મેટિક -ડાઇઝ, ફાર્મા, બલ્ક ડ્રગ, કોટન સહીત રો-મટીરીયલનો એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ પર યુદ્ધની અસર થઇ છે.

બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવ વધતા પેટ્રોકેમિકલના ભાવ વધવાની દહેશત અંકલેશ્વરના ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યાં છે. જો યુદ્ધ લાંબુ ચાલે તો ઉદ્યોગો પર માંઠી અસર થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. જો આર્થિક ટ્રાન્જેક્શન યુરોપિયન દેશો સાથે અટકે તો વર્લ્ડ ઈકોનોમી સાથે દેશ અને ઉદ્યોગોની ઇકોનોમી પર સીધી અસર વર્તાશે.રશિયાએ યુક્રેન સાથે છેડેલું યુદ્ધ અંકલેશ્વરના ઉદ્યોગોને પણ દઝાડી રહ્યું છે. જિલ્લાના ઉદ્યોગો સૌથી વધુ યુરોપ દેશ સાથે એક્ષ્પોર્ટ -ઈમ્પોર્ટ કરી રહ્યા છે. જેમાં પણ યુક્રેન સાથે કોસ્મેટિક ડાઇઝ નો એક્ષ્પોર્ટ વ્યાપાર કરે છે.

આ ઉપરાંત જર્મન, ફ્રાન્સ, રશિયા સહીત અન્ય યુરોપિયન દેશો સાથે એક્ષ્પોર્ટ સાથે સાથે ઈમ્પોર્ટ પણ કરતા હોય છે. અંકલેશ્વર તેમજ જિલ્લા માંથી 40 % જેટલા એક્ષ્પોર્ટ -ઈમ્પોર્ટ વ્યવહાર છે. જો યુદ્ધ લાબું ચાલશે તો તેના પર સીધી અસર ઉભી થવા ની દહેશત સ્થાનિક ઉદ્યોગો લગાવી રહ્યા છે. અને યુદ્ધ ની સ્થિતિ ના સમાચાર આવતાજ ઉદ્યોગોંકારો ની ચિતા વધારી છે.

યુદ્ધ ના કારણે યુરોપીય દેશો જોડે ચાલતા કોસ્મેટિક -ડાઇઝ જે સૌંદર્ય પ્રસાધનો ઉપયોગ માં લેવાઈ છે તે તેમજ જીવન રક્ષક દવાઓ, ડાઇઝ, એગ્રો તેમજ ફાર્મા ઉદ્યોગોમાં વપરાતા બલ્ક ડ્રગ, કોટન ઉદ્યોગો પર અસર ઉભી થવા ની દહેશત થઇ રહી છે. તો આર્થિક વ્યવહાર પર અસર થઇ શકે છે.

યુદ્ધ શરૂ થતાં જ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલે વધી ગયો છે જેથી ક્રૂડ ઓઇલની બાય પ્રોડક્ટ્સ સોલ્વન્ટના રો-મટિરિયલ રૂપી પેટ્રોકેમિકલનો ભાવ વધતા તેની અસર સીધી ઉદ્યોગોના પ્રોડક્શન પર વર્તાશે. જો યુદ્ધ લાંબુ ચાલે તો ઉત્પાદિત માલની કિંમત વધતા ફરીથી મોંઘવારી વધવાની સંભાવના વ્યક્ત કરતા ઉદ્યોગકારો

સ્થિતિ જલ્દીથી પૂર્વવત્ત થાય તેવી આશા છે
કોરોના કાળના 2 વર્ષમાં સરકારની મદદને લઇ ઉદ્યોગોની હાલમાં જ ગાડી પાટે ચઢી હતી. જો આ યુદ્ધ લાબું ચાલશે તો ડાઇઝ,ફાર્મા, ઇન્ટર મિડિયેટ, બલ્ક ડ્રગ સહીતના ઉદ્યોગો પર અસર વર્તાશે. તેની સીધી અસર ઉદ્યોગોના પ્રોડક્શન પર પણ પડશે. દેશની ઈકોનોમી પર પણ અસર થશે. અમે પ્રાર્થના કરીએ છીએ કે યુદ્ધ લાબું ન ચાલે અને જલ્દી સ્થિતિ સામાન્ય થઈ જાય. જેથી દેશ અને દુનિયા પર તેની આગામી પડનારી અસરો અટકે - અરુણ જોશી, ઉદ્યોગકાર અને એક્ષ્પોર્ટર, અંકલેશ્વર.

યુદ્ધની સ્થાનિક ઉદ્યોગો ઉપર સીધી અસર વર્તાશે
સ્થાનિક ઉદ્યોગો યુક્રેન સહીત યુરોપના દેશો સાથે સૌથી વધુ એક્ષ્પોર્ટ અને ઈમ્પોર્ટ કરે છે. ખાસ કરીને કોસ્મેટિક -ડાઇઝ ,ફાર્મા, ડાઇઝ, એગ્રો તેમજ ફાર્મા ઉદ્યોગોમાં વપરાતા બલ્ક ડ્રગ, કોટન ઉદ્યોગો પર અસર ઉભી થવાની દહેશત વર્તાઈ છે.સાથે આર્થિક ટ્રાન્જેક્શન પણ અટકી શકે છે. જેને લઇને ઉદ્યોગો સંકટમાં મુકાઈ શકે છે. - રમેશ ગાભાણી, પ્રમુખ, એ.આઈ.એ.

કોરોના બાદ યુદ્ધે ચિંતા વધારી
યુદ્ધને લઇ આયાત-નિકાસ પર અસર પડશે. જો યુદ્ધ લાબું ચાલશે તો તેનું પરિણામ ખુબજ આચંકા જનક બની શકે છે. શેરબજાર તૂટી પડ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ વધતા ઉદ્યોગોના પ્રોડક્શન પર અસર થશે. તેની આમ નાગરિકો પર અસર ઉભી થશે. - પ્રવીણ તેરૈયા, સભ્ય, એ.આઈ.એ.

ઈકોનોમી પર અસર પડી શકેે
યુદ્ધની અસર આર્થિક ટ્રાન્જેક્શન પર પડતા તેની સીધી અસર વર્લ્ડ ઈકોનોમી પર પડશે.અહીંના ઉદ્યોગો યુરીપિયન દેશો સાથે એક્ષ્પોર્ટ અને ઈમ્પોર્ટ બને કરી રહ્યા છે. જેને લઇ આગામી દિવસો 40 % એક્ષ્પોર્ટ અને ઈમ્પોર્ટ પર ધટાડો થઇ શકે છે.- મહેશ પટેલ, પૂર્વ પ્રમુખ, એ.આઈ.એ.

અન્ય સમાચારો પણ છે...