કોરોનાનો કહેર:અંકલેશ્વરમાં વધુ 3 પોઝિટિવ દર્દી સાથે કોરોનાનું અર્ધશતક

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના અર્ધશતક પૂરું કરતા  52  પોઝિટિવ અત્યાર સુધી નોંધાયા છે. મંગળવારે વધુ 3 દર્દી કોરોનાના સામે આવ્યા આવ્યા છે. છેલ્લા 12 દિવસમાં કોરોનાના નવા 43 કેસ સામે આવતા તંત્ર પણ સ્તબ્ધ બન્યું છે. 25 જૂન થી 7 જુલાઈ દરમિયાન 43 નવા કેશ કોરોના ઉમેરાયા છે.  મંગળવારે નવા આવેલા 3 પોઝિટિવ પૈકી એક કેસ જુના બોરભાઠા ગામ ખાતે 70 વર્ષીય વૃદ્ધનો આવ્યો છે જયારે 2 કેસ જીઆડીસીમાં 30 વર્ષીય મહિલા સરગમ બંગ્લોઝ ખાતે તેમજ આર.સી.એલ નવી કોલોની ખાતે 65 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેમને કોવિડ  હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધી 7 પોઝિટિવ દર્દી સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જયારે અંકલેશ્વરના કુલ 3 દર્દીઓના મોત થયા છે.  કોરોના દર્દીઓમાં છેલ્લા 12 દિવસમાં જયાબહેન મોદી કોવિદ હોસ્પિટલની 2 નર્સ તેમજ એમ્યુલન્સના એક ડ્રાઈવરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ ઉપરાંત 3 આરોગ્ય કર્મચારી પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. જે પૈકી  એક આરોગ્ય કર્મચારીના પિતાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સારવાર દરમિયાન તેમનું દેહાંત થયું છે જ્યારે આરોગ્ય કર્મચારીની પત્ની અને પુત્રી પણ કોરોના સંક્રમિત બન્યા છે. 

અન્ય સમાચારો પણ છે...