કોરોનાવાઈરસ:કોરોના પોઝિટિવ દર્દીનું મોત : પુત્ર પુત્રવધુ અને પૌત્રીને પણ પોઝિટિવ

અંકલેશ્વર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના નવા 9 કેસ સાથે કુલ આંક 46 પર પહોંચ્યો છે. શહેરમાં 5 અને તાલુકામાં 4 પોઝિટિવ દર્દીનો સમાવેશ થાય છે. અંકલેશ્વરમાં સોમવારે પહેલીવાર એક સાથે કોરોના પોઝિટિવના નવા 9 કેસ આવ્યા છે. કૃષ્ણનગર ખાતે રહેતા અને અંકલેશ્વર આરોગ્ય વિભાગમાં સર્વે સહિત કામગીરી કરનાર તેમજ  સેંગપુર સબ સ્ટેશન ખાતે આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારી પણ સર્વે તેમજ આરોગ્યલક્ષી અન્ય સેવા આપી રહ્યા હતા.

પત્ની અને  9 વર્ષીય પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
આ બંને સંક્રમિત થયા હતાં. સૌથી આઘાતજનક વાત તો એ છે કે, એક કોરોના વોરિયર્સના પિતા હાંસોટના વાલેનર ખાતે રહે છે. તેમનું હોસ્પિટલમાં નિધન થયું હતું. બીજી તરફ આરોગ્ય કર્મી પુત્ર, તેની પત્ની અને  9 વર્ષીય પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ગોયબજાર, પૂનગામ, જીઆઇડીસી, નવી વસાહતમાં પણ કોરોના પોઝેટીવ આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...