કોરોના અપડેટ:અંકલેશ્વરમાં કોરોના વિસ્ફોટ નવા15 પોઝિટીવ કેસ નોંધાયા

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • GIDCમાં 8, જીતાલીમાં 3 અને ખરોડ અને ગાર્ડન સીટીમાં 4 દર્દી નોંધાયા
  • આરોગ્ય વિભાગ દ્વારા 42 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સ્ક્રિનિંગ શરુ કર્યું

અંકલેશ્વરમાં કોરોના વિસ્ફોટ થયો હતો. ગુરુવાર ના 10 કેસ નોંધાયા શુક્રવાર 15 કેસ નોંધાયા છે. અંકલેશ્વર એક્ટિવ કેસ આંક 42 ને પાર થયો છે. લગાતાર આવતા કોરોના કેસ વચ્ચે લોકો હજી પણ બેફિકરા જોવા મળ્યા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભુલાયું હતું. આરોગ્ય વિભાગ દ્વારા 42 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સ્ક્રિનિંગ શરુ કર્યું હતું. રાજકીય અને સરકારી કાર્યક્રમો અને મેળાવડા હજી પણ ચાલુ જોવા મળી રહ્યા છે.કોરોનાના વધતા જતા કેસો વચ્ચે જનતા પણ બેફિકરાઈ ભર્યું વર્તન ભરૂચ જિલ્લાના ભરૂચ બાદ હવે અંકલેશ્વર માં સૌથી વધુ કોરોના દર્દીઓ નોંધાઈ રહ્યા છે.

ગત રોજ 10 દર્દી નોંધાયા બાદ હવે શુક્રવાર ના રોજ 15 કેસ સાથે પુનઃ અંકલેશ્વર માં કોરોના વિસ્ફોટ થયો છે.એ પૂર્વે એક સોમવાર ના રોજ પણ 9 કોરોના દર્દી નોંધાયા હતા. બુધવાર ના રોજ 8 દર્દીઓ નોંધાયા હતા. શુક્રવાર ના રોજ અંકલેશ્વર માં જીઆઇડીસી માં 8 જીતાલી માં 3 અને ખરોડ અને ગાર્ડન સીટી માં 4 દર્દી નોંધાયા છે. લગાતાર કોરોના દર્દી આવી રહ્યા છે.

હાલ અંકલેશ્વર માં 42 કોરોના દર્દી અંકલેશ્વર માં એક્ટીવ છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ કોરોના દર્દી ના નિવાસ સ્થાને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી સ્ક્રિનિંગ શરુ કર્યું હતું. તેમજ કોરોના ચકાસણી શરુ કરી હતી. ત્યારે અંકલેશ્વર પી.એચ.સી. સેન્ટર સહીત સરકારી દવાખાના ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આર.ટી.પી.સી.આર ટેસ્ટ શરુ કરવા માટે ની પણ તજવીજ આરંભી હતી.

એક તરફ અંકલેશ્વર કોરોના દિવસે દિવસે વક્રી રહી છે. ત્યારે હજી પણ સરકારી કાર્યક્રમ તેમજ જાહેર મેળાવડા અને રાજકીય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તો લોકો પણ હજી માસ્ક પહેરવામાં ચૂક કરી રહ્યા છે તો સોસીયલ ડિસ્ટન્સ જાળવી નથી રહ્યા . તેમજ દુકાનદારો પણ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નથી કરી રહ્યા. જે વચ્ચે કોરોના ના કેશો માં ગતિ વધે તો નવાઈ નહિ.

અન્ય સમાચારો પણ છે...