તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:અંકલેશ્વરમાં ફરી કોરોના મીટર વધ્યુ: નવા 11 કેસ

અંકલેશ્વર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં કોરોનાનો આંક 701 પર પહોંચ્યો

ફરી કોરોના સ્પ્રિંગ ઉછળી હતી. શુક્રવાર ના રોજ 11 જેટલા દર્દી સામે આવ્યા છે. અંકલેશ્વરમાં કોરોના દર્દીનો આંક 701 પર પહોંચી ગયો છે. માત્ર 6 દિવસ માં વધુ 50 દર્દી સામે આવ્યા છે. કોરોનાને 592 દર્દી ઓ હરાવ્યા છે. જયારે હજી પણ 101 દર્દી સારવાર હેઠળ છે. તો અંકલેશ્વર ગાર્ડનસીટી વૃદ્ધાનું કોરોના મોત નીપજ્યું હતું.

અંકલેશ્વરમાં કોરોના દર્દી દિવસે દિવસે વધી રહ્યા છે જેમાં શુક્રવાર ના રોજ ફરી કોરોના ની સ્પ્રીંગ ઉછળી હતી અને એક જ દિવસ માં 11 જેટલા દર્દી સામે આવ્યા હતા. જેમાં દિવા રોડ ખાતે આવેલ અબિકા નીકેતન ખાતે -1 , જીઆઇએલ કોલોની જીઆઇડીસી ખાતે -1, અન્સાર માર્કેટ ભરકોદ્રા ખાતે -1, મહેન્દ્રનગર ગડખોલ -1, સરસ્વતી પાર્ક રેસિડન્સી ખાતે -1, કોસમડી અંબર હેરિટેજ, ખાતે -1, ભરકોદ્રા આહીર ફળીયા ખાતે -1, ભરકોદ્રાના શિવ રેસિડન્સી ખાતે -1, જીઆઇડીસી ખાતે આમ્રપાલી જીઆઇડીસી ખાતે -1, જલારામ નગર ખાતે -1, અને ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે 1, કોરોના પોઝેટીવ દર્દી નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...