અંકલેશ્વરમાં કોપર ચોરોએ છેલ્લા 20માં 5 ગામમાંથી 12 વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકા ના જુના દિવા, જૂની દીવી જુના બોરભાઠા જૂની સુરવાડી અને ભરકોદ્રા ગામ ખાતે 12 જેટલા ખેડૂતો ના ખેતર આગળ વીજ નિગમ દ્વારા ખેતીવિષયક વીજ લાઈન પર વીજ ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યા હતા
જે વીજ ટ્રાન્સફોર્મર ને ગત 24 માર્ચ થી 15 એપ્રિલ દરમિયાન તસ્કરો એ ચાલુ લાઈન પર થી તોડી પાડ્યા હતા અને અંદર રહેલ ઓઇલ ઢોળી કાઢી સ્ટડ તોડી નાખ્યા હતા તેમજ અંદર રહેલ કોપર કોઇલ ની ચોરી કરી લઇ ગયા હતા ઘટના અંગે ખેડૂતો દ્વારા વીજ નિગમ કચેરી માં જાણ કરતા વીજ નિગમ ના ઈજનેર વસંત ભગત દ્વારા સર્વે કરી આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ આપી હતી તો જીઆઇડીસી ઈજનેર દ્વારા ભરકોદ્રા ગામ ખાતે થયેલ કોપર ચોરી ની ફરિયાદ નોંધવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.