તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અંકલેશ્વરમાં ઉમરવાડાના ફાર્મમાં કોપર ચોર ત્રાટકયા

અંકલેશ્વર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચાલુ વીજ લાઇન પર ટ્રાન્સફર્મર તોડી પાડ્યું

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે ફાર્મ ધરાવતા નિવૃત શિક્ષક ભદ્રેશ ઝેડ પટેલના ખેતરમાં ગત રાત્રીના કોપર ચોર ટોળકી ત્રાટકી હતી અને તેમના ખેતર માં ખેતી વિષયક વીજ લાઈન પર થી વીજ ટ્રાન્સફર્મર કોપર ચોરોએ તોડી પાડ્યું હતું અને અંદર રહેલ કોપર કોપીલ ની ચોરી કરી ગયા હતા તેમજ સ્ટડ તોડી ઓઇલ ધોળી કાઢી અંદાજિત 25 હજાર રૂપિયાની ચોરી ને નુકશાની કરી ફરાર થઇ ગયા હતા.

આ અંગે સવારે ભદ્રેશભાઈ પટેલ પોતોના ખેતર પર આવતા કોપર ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે તેવો દ્વારા વીજ નિગમ કચેરી ખાતે જાણ કરતા વીજ નિગમ ના અધિકારીઓ દ્વાર પંચકેશ કરવાની તજવીજ આરંભી હતી. આ અંગે ખેડૂત ભદ્રેશ પટેલે જણાવ્યું હતું કે મારા ખેતરમાં છેલ્લા 3 વર્ષ માં ત્રીજીવાર ઘટના બની છે. કોપર ચોરો ઘર કરી ગયા છે. તેવો કોપર ચોરી કરવા માટે વીજ લાઈનને નુકશાન કરી રહ્યા છે સાથે સાથે ખેતીને પણ નુક્શન કરી રહ્યા છે. પોલીસ દ્વારા આ કોપર ચોરોને ઝડપી પાડે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો