તપાસ:અંકલેશ્વરના 4 ગામમાંથી 12 ટ્રાન્સફોર્મરમાંથી કોપરની ચોરી

અંકલેશ્વર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2.84 લાખ રૂા.ની ચોરી અંગે વીજ કંપનીએ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ

અંકલેશ્વરના 4 ગામ માંથી 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તસ્કરો એ તોડી પાડ્યા હતા. 3 મહિના દરમિયાન અલગ અલગ સ્થળે થી ખેતી વિષયક વીજ ની ચાલુ લાઈન પર ટ્રાન્સફોર્મર તોડી પાડી કોપર ચોરી ગયા હતા. 81 હજાર ની નુકશાની અને 2.84 લાખ ઉપરાંતની કોપર ચોરી કરી લઇ ગયા હતા.

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવેલા જુના દીવા, જૂની સુરવાડી, જૂના બોરભાઠા બેટ, નવી દીવી કોપર ચોરો એ છેલ્લા 3 મહિનામાં તરખાટ મચાવ્યો હતો. એક પછી એક 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મર તોડી પડ્યા હતા. ગત 2 જી ઓગસ્ટથી 2 ઓક્ટોબર દરમિયાન તસ્કરોએ આ વિસ્તારમાં ચોરી ને અંજામ આપ્યો હતો.

જે અંગે ડીજીવીસીએલ દ્વારા સ્થળ તપાસ કરી અંકલેશ્વર એ. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વીજ ટ્રાન્સફોર્મર તોડી અંદર સ્ટડ તોડી ઓઇલ ધોળી 81.000 રૂપિયા ની નુકશાની તેમજ અંદર કોપર કોઇલ અંદાજિત 2.84 લાખ રૂપિયા ની ચોરી મળી કુલ 3.65 લાખ રૂપિયા ની ચોરી અને નુકશાનીની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી. આવા બનાવો રોકવા પગલાં ભરાવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...