વિવાદ:અંકલેશ્વર પાલિકાના વોર્ડ-8માં ચાલતી ડ્રેનેજની કામગીરી વિપક્ષના સભ્યએ અટકાવતા વિવાદ

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ડ્રેનેજના જોડાણ વગરની લાઈન આંબોલી એસ.ટી.પી પ્લાન્ટ સુધી લઇ જવાની મુખ્ય લાઈન છે : પાલિકા પ્રમુખ
  • ડ્રેનેજની રાઈઝિંગ લાઈનમાં નક્કી થયેલા ધારા ધોરણો મુજબ કામગીરી કરવામાં આવતી નથી : બખ્તિયાર પટેલ

અંકલેશ્વર વોર્ડ નંબર 8 માં ચાલી રહેલ ડ્રેનેજ લાઈન કામગીરી અટકાતા વિપક્ષી સભ્ય બખ્તિયાર પટેલે અટકાવી વિરોધ કર્યો હતો. લાઈનમાં ધારા ધોરણ વગરની કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. તો વિપક્ષ દ્વારા કોઈપણ જાણકારી વગર કામગીરીમાં અડચણ ઉભી કરી રહ્યા હોવાનું પાલિકા પ્રમુખે જણાવી આ પાલિકા એક પમ્પીંગ સ્ટેશન થી બીજા પમ્પીંગ સ્ટેશન જોડાતી રાઇઝિંગ લાઈન જણાવ્યું હતું.

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સુરતી ભાગોળ વિસ્તાર ની ડ્રેનેજ સમસ્યા ને લઇ હાલમાંજ પમ્પીંગ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે. અને વોર્ડ નંબર 8ના ઘનશ્યામનગર , ફૈઝ પાર્ક , સહીત વિસ્તાર માંથી ડ્રેનેજ ની રાઇઝિંગ લાઈન પસાર કરવામાં આવી રહી છે. જે ડ્રેનેજ લાઈન ધારાધોરણ મુજબ કામ ના થતું હોવાનું જણાવી વિપક્ષ ના સભ્ય બખ્તિયાર પટેલ દ્વારા કામગીરી ઘનશ્યામ નગર ખાતે અટકાવી હતી.

અને ડ્રેનજની લાઈન ઓછા માં ઓછું દોઢ મીટર અંદર ગ્રાઉન્ડ હોવી જોઈએ જે લાઈન માંડ એક ફૂટ અંદર અથવા ઉપર ટી પસાર કરવામાં આવી રહી છે અને કોઈપણ જાતના માપદંડ વગર કામગીરી કરવામાં આવી રહી હોવાનો રોષ ઠાલવ્યો હતો. આ અંગે નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા એ જણાવ્યું હતું. કે વિપક્ષી સભ્ય જાણકારી મેળવ્યા વગર વિરોધ કરી રહ્યા છે.

આ ડ્રેનેજ ની રાઇઝિંગ લાઈન છે. જેમાં ડ્રેનેજ ના જોડાણ નથી આ લાઈન સીધી સર્વોદય પમ્પીંગ સ્ટેશન સાથે જોડાઈ રહી છે. જે સુરતી ભાગોળ પમ્પીંગ સ્ટેશન નું પાણી સીધું ત્યાં પુરપાટ પમ્પીંગ કરવામાં આવશે અને તે પાણી સર્વોદય પમ્પીંગ સ્ટેશન થી સીધું આંબોલી રોડ પર આવેલ એસ.ટીપી પ્લાન્ટ ખાતે ઠલવાશે.

કામગીરી હજુ ચાલી રહી છે. ત્યારે વિપક્ષ ના સભ્યો સ્થાનિક વિસ્તાર ના વિકાસ ના કામો અટકાવી ખોટી રીતે અડચણ ઉભી કરી રહ્યા છે. અને વર્ષો જૂની સમસ્યા નો જ્યાં અમારા સમયકાળ માં અંત હવે આવ્યો છે. તે વિપક્ષને પચી નથી રહ્યું એવું પ્રતીતિ થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...