તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યકરોમાંં રોષ:અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર-1 માં ઉમેદવારી મુદ્દે કોંગ્રેસમાં ધમાસાણ

અંકલેશ્વર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પાર્ટીએ ટિકિટ આપી છતાં સિમ્બોલ અંગે ટિપ્પણીથી કાર્યકરોમાંં રોષ
 • સિબોલને નહિ વ્યક્તિને મત આપો ના કોંગ્રેસ પ્રેરિત પેનલના બેનરથી વિવાદ

અંકલેશ્વર ચૂંટણી જગ જામે એ પૂર્વેજ કોંગ્રેસ પાર્ટીમાં ધમાસાણ સર્જાય રહ્યું છે. પહેલા મેન્ડેટ ને લઇ ચર્ચામાં રહ્યા બાદ ગત રોજ વોર્ડ નંબર 7 માં પાર્ટીએ 7 ઉમેદવાર ઉભા રાખી પેનલની અસમંજતા સર્જી હતી. તેવી જ રીતે વોર્ડ નં 1માં પેનલના બદલે 5 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે. જે વોર્ડ માં હવે કે સોશ્યલ મીડિયા પર મેસેજ વહેતો થયો છે. જે વિવાદનું કેન્દ્ર છે કોંગ્રેસ માંથી ટિકિટ મેળવનાર મોઢ ધાંચી સમાજના 4 ઉમદવારો સાથે મત અપીલ કરતી પત્રિકા અને બેનર સામે આવ્યા છે જેમાં સિબોલને નહિ પણ વ્યક્તિ ને જોઈને મત આપો વાક્યનો ઉલ્લેખ છે તેમજ પાર્ટીના સિબોલ ને દેખાવ પૂરતી મુકવામાં આવ્યો છે.

જે પત્રિકા સોશ્યલ મીડિયા પર વહેતી થતાંજ પાર્ટી માં વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ ના જુના જોગી અને મૂળ કોંગ્રેસીઓ દ્વારા આ પ્રત્યે નારાજગી દર્શાવી છે. સિકંદરખાન ફડવાલાએ તો આ અંગે પાર્ટી મોવડીઓ ને લેખિત ફરિયાદ પણ કરી છે. અને હજી ઉમેદવારો ફોર્મ મજુર થયા નથી તે પૂર્વેજ આ વિવાદ ને લઇ કોંગ્રેસી કાર્યકરોઆ નારાજગી જોવા મળી રહી છે. પાર્ટી સાથે વરેલા કાર્યકરો ને બદલે નવાજ ઉમેદવારો મેદાનમાં આવતાની સાથે વિવાદ સર્જ્યો છે.

એ પૂર્વે જે સમાજ માંથી આ ઉમેદવારો આવ્યા છે તે સમાજ ની એક પત્રિકા પણ વહેતી થઇ હતી ભાજપ સામે નારાજગી જોવા મળી હતી ને સિબોલ ને નહિ પણ ઉમેદવારો જોઈને વોટ આપવા સમાજના લોકોને અપીલ કરાયા હતી. આજ પત્રિકા થી મળતી આવતી અપીલ કોંગ્રેસ વોર્ડ નંબર 1ની પેનલ માં જોવા મળતા વિખવાદ સર્જ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો