તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:અંકલેશ્વરમાં આઝાદી અમૃત મહોત્સવની દાંડી યાત્રા પ્રવેશે ત પૂર્વે જ વિવાદમાં આવી

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમણ અને દાંડી યાત્રાને લઇ યોજેલી બેઠકના નિર્ણયથી વિવાદ
 • સભ્ય દીઠ 25 કાર્યકરો લાવવા કરેલી અપીલથી વિપનો વિરોધ

અંકલેશ્વરમાં આઝાદી અમૃત મહોત્સવની દાંડી યાત્રા પ્રવેશેતા પૂર્વેજ વિવાદમાં સર્જાયો છે. એસ.ડી.એમ દ્વારા કોરોના સંક્રમણ અને દાંડી યાત્રાને લઇ કરેલી બેઠકના નિર્ણય થી વિવાદ સર્જાયો હતો. કોરોના વધી રહ્યો છે ત્યારે વિપક્ષ સભ્યએ દાંડી યાત્રા આવશે ત્યારે કોરોના રજા પર જશે ? તેવા સવાલ ઉઠાવ્યા હતા. સભ્ય દીઠ 25 જેટલા કાર્યકરો ને લઇ આવવા કરેલી અપીલ ને લઇ વિપક્ષી સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરમાં 27-28 મીએ દાંડી યાત્રાનું આગમન થશે. જેના માટે એસ.ડી.એમની અધ્યક્ષતામાં પાલિકા ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં પાલિકા સભ્યોને દાંડી યાત્રા સફળ બનાવવા સભ્ય દીઠ 25-25 વ્યક્તિને લઇ હાજરી આપે તેવી અપીલ કરી હતી. કોરોના સંક્ર્મણ અંગે પણ વિસ્તુત ચર્ચા કરી હતી.

જે અંગે વિવાદ નો મધપૂડો છંછેડતાં પાલિકા કોંગી સભ્ય જહાંગીરખાન પઠાણ તેમજ રફીક ઝગડિયાવાલાએ વાંધો ઉઠાવતા જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે એકતરફ વધતા જતા કોરોના દર્દી ની તંત્ર ચિંતા કરે છે.બીજી તરફ દાંડી યાત્રા માટે લોકો એકત્ર કરવા કહે છે તો શું દાંડી યાત્રા આવશે ત્યારે કોરોના નડશે નહિ ? તેવો સવાલો વિપક્ષીઓએ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો