સમસ્યા:અંકલેશ્વરમાં ચેમ્બરમાંથી જ દૂષિત પાણી ઉભરાઇ રહ્યાં છે

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમિકલયુકત પાણી વરસાદી કાંસમાં ભળી રહ્યાં હોવાની ફરિયાદ

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પુનઃ ચેમ્બર માંથી રાસાયણિક પાણી ઉભરાયા રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સજ્જન રોડ પર આવેલ નોટીફાઈડ વિભાગ ના ચેમ્બર માંથી કેમિકલ પાણી ઉભરાઈ ને વરસાદી કાંસમાં ભર્યું હતું. જીપીસીબી ની મોનીટંરીગ ટીમ તેમજ નોટીફાઈડ ટીમ દ્વારા સ્થળ તપાસ શરુ કરી હતી. ચોમાસા ની ઋતુ માં અવારનવાર કેમિકલ યુક્ત પાણી જાહેર માં વહેતુ હોવાની ફરિયાદ વર્ષો થી ઉઠી રહી છે. આ વચ્ચે ચાલુ વર્ષે પ્રથમ ફરિયાદ સામે આવી છે.

જેમાં સજ્જન ઇન્ડિયા કંપની રોડ પર વરસાદી કાંસ નજીક નોટીફાઈડ વિભાગે રોડ પર 3 ફૂટ ઉંચા ચેમ્બરમાંથી વિપુલ માત્રા રાસાયણિક દુર્ગંધ યુક્ત પાણી ઉભરાઈ ને વહી રહ્યું હતું જે જાહેર માર્ગ ઉપરાંત સીધું જ વરસાદી કાંસમાં ભરી રહ્યું હતું. જેની નજીક તીવ્ર વાસ આવતી હોવાથી જાગૃત નાગરિકો દ્વારા આ અંગે જીપીસીબી ને પણ જાણ કરી હતી. ઘટના અંગે જીપીસીબીએ મોનિટરિંગ ટીમ તેમજ નોટિફાઇડ મોનિટરિંગ ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પુનઃ એકવાર રાસાયણિક પાણી વરસાદી કાંસમાં ચોમાસા દરમિયાન વહેતા પર્યાવરણવાદીઓ અને પ્રકૃતિ પ્રેમી ઓ માં અ સતોષ સામે આવ્યો હતો. અને મોન્સૂન એક્શન પ્લાન નું કડક અમલ થાય તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...