તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સુરવાડી ફાટક બંધ થતા ભરૂચ સાથે સંપર્ક તૂટ્યો

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગડખોલ પાટિયા સુધી જવા માટે દોઢ કિમીનો ફેરો
  • સ્થાનિકો ધંધા રોજગાર-આવાગમને માઠી અસર

અંકલેશ્વર ગડખોલ ફાટક બ્રિજ કાર્યરત થતા જ હવે નવા વિવાદમાં સપડાઈ રહ્યો છે. પ્રથમ બ્રિજ પર ફૂટપાથ તેમજ લાઇન ના હોવાની ક્ષતિ સામે આવી હતી. તો ફટાક કાયમી ધોરણે બંધ થતા હવે ફાટક બાજુમાં આવેલા સુરવાડી ગામના 2000થી વધુ રહીશોને ગડખોલ ગામેે કે ભરૂચ અને અંકલેશ્વર જીઆઇડીસી તરફ જવાનો સંપર્ક તૂટી ગયો છે. ગ્રામજનો હવે જવું હોય તો દોઢ કિમી ફેરો પડશે.

નવા બોરભાઠા ગામ સુધી આવી બ્રિજ પર ચડીને જવું પડી રહ્યું છે. આ ઉપરાંત આ રોડ પર વિકસેલા ગ્રામજનોના ધંધા રોજગાર પર અસર પડી રહી છે. જેને લઇ ગ્રામજનો ગામની 100 મીટરે આવેલા રેલવે અંડરબ્રિજની માગ કરી રેલ્વે તેમજ જિલ્લા કલેક્ટરમાં લેખિત રજૂઆત કરવા આગેવાનો સક્રિય બન્યા છે. 2012માં પણ વધતી સમસ્યા વચ્ચે લોકો જાતે જ અંડર બ્રિજનો માર્ગ બનાવી વાહન વ્યવહાર શરૂ કર્યો હતો. અંડરબ્રિજમાં 3 બ્લોક એકમાં દૂષિત પાણીના નિકાલ ઉપરાંત 2માં આવાગમન માટે માર્ગ બને તો સુરવાડી સહિત 10 હજારથી વધુ લોકો રાહત થઇ શકે છે.

ગામમાં રહેતા અને આજુબાજુના મળી 10 હજારથી વધુ લોકોને અસર થઇ રહી છે
મારું ગામ ફાટક સાથે લઇ સીધી કનેક્ટિવીટી હતી તે પણ બંધ થઇ ગઈ છે. ગામના 2000થી વધુ ઉપરાંત આજુબાજુના 10 હજારથી વધુ લોકોને અસર થઇ રહી છે.2012માં ફાટક મહિના સુધી બંધ રહેતા અંડરબ્રિજમાંથી વાહનવ્યવહાર શરૂ કર્યો હતો.> રાજુભાઈ, પૂર્વ સરપંચ સુરવાડી

અન્ય સમાચારો પણ છે...