સમસ્યા:દઢાલ બ્રિજ બંધ થતા વૈકલ્પિક માર્ગ માટે કોંગ્રેસની રજૂઆત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાગામ કરારવેલ અને સેંગપુરના ગ્રામજનોને સમસ્યા

અંકલેશ્વર રાજપીપલાને જોડતા રોડ ઉપર દઢાલ બ્રિજ બંધ થતા વૈકલ્પિક માર્ગ અમરાવતી નદી પર કરવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ હતી. નવાગામ કરારવેલ, સેંગપુર, પીપલોદ, અવાદર, ઉછાલી સહીત ગામના ગ્રામજનો માટે સમસ્યા ઉદભવી છે. 100થી વધુ વિદ્યાર્થીઓ દઢાલ તેમજ અંકલેશ્વર અભ્યાસ અર્થે અપડાઉન કરતા હોય તેમના અભ્યાસ પર અસર ઉભી થઇ રહી છે. ખેડૂત મજુર વર્ગ અને અપડાઉન કરતા લોકો માટે મોટી સમસ્યા ઉદભવી હોવાની રજૂઆત કરાઈ હતી.

અંકલેશ્વરની પૂર્વ પટ્ટી પર દઢાલ નજીક અમરાવતી નદીના પૂર્વ કિનારે વસવાટ કરે છે. તે ગામના ગ્રામજનો માટે દઢાલ બ્રિજ એક માત્ર અંકલેશ્વરનો ચાવી રૂપ બ્રિજ હતો જે બ્રિજ જર્જરિત થતા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ આવતા હાલ તોડી પાડવામાં આવ્યો છે. અને 61 વર્ષ જુના બ્રિજને ઉતારી લઇ તેના સ્થાને નવો બ્રિજ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ ગામમાં રહેતા ગ્રામજનો સંપર્ક હાલ દઢાલ બ્રિજને લઇ કપાઈ ગયો છે અને તેને 20 કિમિ નો ફેરવો લઇ અંકલેશ્વર આવું પડે છે. જેની સૌથી મોટી અસર વિદ્યાર્થી વર્ગ પર પડી છે. ઉપરાંત પૂર્વ પટ્ટી વિસ્તારમાં એક પણ હોસ્પિટલ આવી નથી. જેને લઇ આરોગ્ય સંબંધિત વ્યક્તિઓ માટે તેમજ ટુ વહીલર, તેમજ રીક્ષામાં અવર-જવર કરતા મજુર વર્ગ અને ખેડૂતો માટે સમસ્યા ઉદ્દભવી છે. નાના વાહનો પસાર થઇ શકે તેવું ડાયવરઝન દઢાલ બ્રિજ પાસે અન્ય વૈકલ્પિક માર્ગ ખાડી પર કામચલાઉ ધોરણે ઉભો કરવા રજુઆત કરી છે.

કામચલાઉ ધોરણે બ્રિજ નીચે વ્યવસ્થા ઊભી કરો
સાગબારા ફાટકની બાજુમાં રેલ્વે હદની બાજુમાં જગ્યા ઉપયોગ કરી શકાય એમ હોય અગાવ આ જગ્યા એ વૈકલ્પિક વ્યવસ્થા ઝઘડિયા જીઆઇડીસીની એક કંપની મશીનરી લઇ જવા માટે ઉભી કરવામાં આવી હતી. જે વ્યવસ્થા હાલ કામચલાઉ ધોરણે બ્રિજ જ્યાં સુધી ન બને ત્યાં સુધી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ તાલુકા સમિતિ તેમજ નવાગામ કરારવેલ ગ્રામ પંચાયત સહીત આજુબાજુના ગ્રામજનો એ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...