અંકલેશ્વર બેઠક પર બન્ને ભાઈ આમને-સામને:કોંગ્રેસના ઉમેદવારે ડીજે અને ઢોલના તાલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું; જીતનો આશાવાદ વ્યક્ત કર્યો

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં આજે વિધાનસભાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે અંકલેશ્વર ખાતે મોટી સંખ્યામાં અલગ-અલગ પાર્ટીઓના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે કલેકટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

ઈશ્વરસિંહ પટેલનું સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન
ભારત ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની માટે બે ચરણોમાં ચુંટણીઓ યોજવાની જાહેરાત કરીને તારીખોની જાહેરાત કર્યા બાદ સમગ્ર રાજ્યમાં ચુસ્ત આચારસંહિતા ચાલી રહી છે. દરેક રાજકીય પાર્ટીઓ પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરીને ચૂંટણીના મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે વાત કરીએ 154 અંકલેશ્વર વિધાનસભા બેઠકની તો ભાજપમાંથી શુક્રવારના રોજ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે તેમના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરીને પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું.

અંકલેશ્વર બેઠક પર બે ભાઈઓ આમને-સામને
​​​​​​​ત્યારે પક્ષથી નારાજ તેમના મોટા ભાઈ વિજયસિંહ પટેલે પણ કોંગ્રેસ પાર્ટીમાંથી ટિકિટ માંગતા તેઓની ઉપર વિશ્વાસ મૂકીને પાર્ટીએ તેમને ટિકિટ ફાળવતા બંને ભાઈઓ-આમને સામને આવતા ચૂંટણીનો ખરો જંગ જામવાની લોકો ચર્ચાઓ કરી રહ્યા છે. અંકલેશ્વર ખાતે સોમવારના ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ હોય 154 અંકલેશ્વર વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિજયસિંહ ઠાકોરસિંહ પટેલે ભવ્ય રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે પહોંચી પ્રાંત ઓફિસમાં તેમનું ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...