તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:કોરોના સિવાયના રોગ માટે દર્દીઓ કયા તબીબ પાસે સારવાર કરાવે તેવી મુઝવણ

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દી સારવાર વધતા અન્ય બીમારી માટે ફાંફા મારવાનો વારો

અંકલેશ્વર પંથકમાં ગરમીના દિવસોમાં કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી થી પીડાતા દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં જણાતા હતા. ભરૂચ જિલ્લામાં ગરમીના દિવસોમાં ક્યાં કોલેરા પણ ફેલાતો હતો. હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ચારે તરફ માત્ર અને માત્ર કોરોનાની ચર્ચા અને સારવાર ચાલી રહી છે. આ કારમી ગરમીના દિવસોમાં અન્ય કોઈ બીમારી નહીં થતી હોય.? આવી ગરમી થી થતી બીમારી થી પીડાતા દર્દીઓ સારવાર લેવા ક્યાં તબીબ પાસે જાય તે એક સમસ્યા બની ગઈ છે.

અંકલેશ્વર પંથકમાં ગરમીના દિવસોમાં કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી થી પીડાતા દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં જણાતા હતા. ભરૂચ જિલ્લામાં ગરમીના દિવસોમાં જ ક્યાંકને ક્યાંક કોલેરા પણ ફેલાતો હતો. કેટલીકવાર તો કોલેરા અને અન્ય રોગોના કારણે દર્દીઓના મોત પણ નિપજતા હતા. પરંતુ હાલના દિવસોમાં એવું સંભળાય છે ખરું કે કારમી ગરમીના કારણે કોઈને ઝાડા ઉલ્ટી થઈ ગયા કે કોલેરા કે મરડો થયો .? નથી સાંભળ્યું ને.? બરાબર છે કોરોના કોલેરા પર છવાઈ ગયો અને હવે કોરોના જેવી મહામારી સામે બીજા બધા રોગ નાના લાગે. તેમજ આવા નાના રોગોના ઈલાજ કરનાર તબીબ પણ ભાગ્યેજ મળે છે.

કેટલાક તબીબો કોરોના ની બીકે દવાખાનું ખોલતા નથી. તો કેટલાક માત્ર કોરોનાની સારવાર કરી રહ્યાં છે. નિત્યાનંદ હોસ્પિટલના તબીબ ડો. નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 2-3 મહિનાથી ભરૂચમાં કોરોના એ એટલું બધું માથું ઊંચક્યું છે કે રોજની ઓ.પી.ડી.માં મહત્તમ કોરોના લક્ષણો વાળા જ દર્દીઓ આવે છે. અન્ય રોગ ધરાવતા દર્દીઓ કોરોના સંક્રમણના ડરથી પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ વચ્ચે ગંભીર બીમારી કે તેમની કાયમી દવા ચાલતી હોય તેવા દર્દી ઓ પોતાનું રૂટિંગ ચેકબ પણ કરાવતા નથી અને તેમની કાયમી દવા નો ડોઝ જ ચાલુ રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...