ફરિયાદ:NRI જમાઈને ધંધો શરૂ કરવા સસરાએ રૂપિયા 10 લાખ આપ્યા છતાં પુત્રી પર ત્રાસ ગુજારતા ફરિયાદ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરની પરિણીતાને લગ્ન જીવનના 21 વર્ષમાં 3 સંતાનનું સુખ મળ્યું, પતિ વારંવાર તલાકની ધમકી આપતો

અંકલેશ્વરની પરણિતા જોડે એન.આર. આઈ.પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપતા પત્ની અંતે પોલીસ શરણે પહોંચી હતી. 21 વર્ષ ન લગ્ન જીવન ના 3 સંતાન ની માતા ને વારંવાર તલાક આપવાની ધમકી આપી હતી. સસરા તેમજ સાળા પાસે લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. સાસરી માં 4 વર્ષ રહી ધંધાના નામે રૂપિયા લીધા બાદ દેવું કરી પુનઃ કુવેત જતા રહ્યા હતા. પત્ની તેમજ બાળકો જોડે સંપર્ક તોડી નાખતા અને પરણિતા લગ્ન જીવન ના 21 વર્ષ બાદ પોલીસ ની મદદ લીધી હતી.

અંકલેશ્વરમાં એનઆરઆઈ સાથે લગ્ન કરાવતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરમાં રહેતી પરિણીતાને 21 વર્ષ બાદ પતિએ તરછોડી દેતા પોલીસનું શરણ લીધું છે. મૂળ કર્ણાટકના અને હાલ કુવેત રહેતા અકીલ ગુલામ હુસેન સૈયદ ના લગ્ન અંકલેશ્વર ની મહિલા જોડે 21 વર્ષ પૂર્વે થયા હતા. પરિણાતાને લગ્ન જીવન માં એક દીકરી અને 2 દીકરા જન્મ આપ્યો હતો. કર્ણાટક રહ્યા પાડ પતિ જોડે કુવેત પણ પરણિતા રહી હતી. જ્યાં માનસિક ત્રાસ આપી તેમજ શારીરિક ત્રાસ આપી તલાક આપવાની ધમકી આપતો હતો.

લગ્ન જીવનના 21 વર્ષ બાદ પત્ની એન.આર આઈ પતિ અકીલ ગુલામ હુસેન સૈયદ વિરુદ્ધ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી તેમજ અકીલ ગુલામ હુસેન સૈયદની ધરપકડ માટે એમ્બેસી સંપર્ક સાધી આરંભી હતી.

વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો
સાસરીમાંથી વારંવાર રૂપિયાની માંગણી કરતા હતા. અંતે પરિણીતા બાળકો લઇ પરત કુવૈતથી અંકલેશ્વર આવી ગયા હતા. જ્યાં થોડા વર્ષ પુનઃ અકીલ ગુલામ હુસેન સૈયદ અંકલેશ્વર ખાતે સાસરીમાં રહેવા લાગ્યો હતો.કામ ધંધો નહીં કરતા સસરાએ 10 લાખ આપી ધંધાની શરૂઆત કરી હતી જે બાદ દેવું કરી પુનઃ કુવેત અકીલ ગુલામ હુસેન સૈયદ જતો રહ્યો હતો અને બાળકો જોડે થોડો સમય વાત કર્યા બાદ સંપર્ક કાપી નાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...