તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અંકલેશ્વરમાંથી એક સંતાનનો પિતા કુંવારી યુવતીને ભગાડી જતાં ફરિયાદ

અંકલેશ્વર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પ્રેમ લગ્ન કર્યા બાદ પણ અન્ય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી

અંકલેશ્વરમાં દોઢ વર્ષીય સંતાનનો પિતા કુંવારી યુવતીને લઇ ફરાર થયો ગયો હોવાની ઘટના સામે આવી છે. પત્ની અને યુવતી ના પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરવાડી ગામ ના છેલબટાવ પરણિત યુવાન નું કારસ્તાન સામે આવ્યું છે. પ્રેમ લગ્ન કર્યા બાદ પણ અન્ય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેને લઈ ફરાર થઇ ગયો હતો. મદદ કરનાર મિત્ર સહીત 3 વ્યક્તિ સામે શહેર પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરાયા કરાય હતી.

અંકલેશ્વર તાલુકા ના સુરવાડી ગામ ખાતે રહેતો સંદીપ પટેલ ચાર વર્ષ પૂર્વે દીપિકાબેન જોડે પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમને એક દીકરો પણ છે. લગ્ન ના સુખી સંસાર વચ્ચે સંદીપ પટેલએ ગામના સંબંધીને ત્યાં આવતી સક્કર પોર ભાઠા ગામ ની નિરાલી વસાવા નામની યુવતી જોડે પ્રેમસંબંધ બંધાયો હતો.

અને અંતે ગત 30 મી ના રોજ તેને ભગાડી ફરાર થઇ ગયો હતો જેમને તેમના મિત્ર ભાવેશ વસાવાએ મદદ કરી હતી. જે જાણ સંદીપ પટેલ ની પત્ની ને થતા તેમજ નિરાલી ના ભાઈ અલ્પેશ વસાવા ને થતા તેવો શોધખોળ આરંભી હતી. જેમાં સંદીપ પટેલ નિરાલી વસાવા ને તેના મિત્ર ભાવેશ વસાવા ની મદદ થી ભગાડી ગયાનું બહાર આવતા અલ્પેશ વસાવા અને દિપીકાબેન પટેલે પોલીસ મથકે ત્રણે સામે ફરિયાદ આપતા પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો