વિવાદ:અંભેટાના ખેડૂતની જમીનમાં 2 શખસોએ ગેરકાયદે ઝીંગા તળાવ બનાવતા ફરિયાદ

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંભેટા તેમજ હાંસોટના ઈસમ વિરૂદ્ધ જમીન માલીકની મામલતદારને લેખિત રજૂઆત

અંભેટાના ખેડૂત વસાવા મનહરની જમીન ખાતા નંબર 697 સર્વે નંબર 451 થી જમીન આવેલી છે જે તેમના વડીલો પારજીત ખેતીની જમીન છે જેમાં અંભેટાના જ રહેવાસી જૈન બાબુ મિસ્ત્રી તથા હાંસોટના રહેવાસી હુશેન રસુલ મલેક મળીને ઝીંગાના તળાવ કુલ 10 વીઘા જમીનમાં 2 તળાવ કરી કમાણી કરી રહ્યા હતા. આ બાબતે જમીન માલિક વસાવા મનહર એ રૂબરૂ માં તેઓએ જણાવેલ કે તમે મારી જમીનમાં કેમ તળાવ કર્યા તો તેઓએ કહેલ કે તમારાથી જે થાય તે કરી લેજો. અમે આ જમીન ખાલી નહીં કરીએ. આમ હાલ તો આ ખેડૂતે મામલતદાર પાસે તપાસ કરી ન્યાય મળે તે માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

લેન્ડ ગરોમીગ અંગે પણ ઓનલાઈન અરજી દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. નાયબ મામલતદાર ઘનેષ પટેલની સાફ વાત ખેડૂત સાચો છે. હાંસોટ મામલતદાર કચેરી માં મહેસૂલ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ઘનેષભાઇ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અમોએ આ બાબતે તાત્કાલિક અસરથી તપાસ કરી સ્થળ પર જઇ પંચનામું પણ કરેલ છે તળાવ ના કર્તાહર્તા જૈન બાબુભાઈ મિસ્ત્રી ને બોલાવતા તેઓ હમણાં આવું છું કહી જતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...