તપાસ:અંકલેશ્વરમાં સરકારી અનાજનો જથ્થો સગે કરનારા સામે ફરિયાદ

અંકલેશ્વર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ શરૂ કરી

અંકલેશ્વરમાં ગત 12 મી જુલાઈ ના રોજ જીઆઇડીસી નજીક સરકારી અનાજ જથ્થો ખાનગી ગોડાઉન માં ઠલવાઇ રહ્યો હતો. જીઆઇડીસી પોલીસ મથકે ટેમ્પો ચાલક તેમજ અનાજનો જથ્થો સગેવગે કરનાર ઇજારદાર અને વચેટિયાઓ સામે ગુનો નોંધ્યો હતો. અંકલેશ્વર માં 12 મી જુલાઇ ના રોજ અંકલેશ્વર જી.આઇ. ડી.સી માંથી સરકારી અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. જાગૃત નાગરિકે આ જથ્થો સરકારી ટેમ્પા સાથે ઝડપી પાડતા તંત્ર ને જાણ કરતા અંકલેશ્વર પુરવઠા મામલતદાર તેમજ તેમની ટીમ સ્થળ પર દોડી આવી હતી.

જી.આઇ.ડી.સી માનવ મંદિર આવેલા મધુવન શોપિંગ સેન્ટરમાં સરકારી બારદાનમાં રખાયેલો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા માલુમ પડ્યું હતું અનાજનો જથ્થો દઢાલ મોકલવાના બદલે જીઆઇડીસીમાં સંગ્રહ કરાયો હતો. ટેમ્પો ડ્રાઇવર અને આ ખાનગી ગોડાઉનની વ્યવસ્થા કરી આપનાર સસ્તા અનાજની દુકાનનો અનાજનો જથ્થો આ ગોડાઉનમાં ખાલી કરાવ્યો હતો. ડ્રાઇવર પાસે ગેટ પાસ માંગતા તેણે દઢાલ ગામનો ગેટ પાસ બતાવ્યો હતો. જેમાં 155 કટ્ટા ચોખા અને 40 કટ્ટા ઘઉંનો ઉલ્લેખ હતો. પરંતુ આ ખાનગી ગોડાઉનમાં ઘઉંના એક પણ કટ્ટા ન હતા માત્ર ચોખાના કટ્ટા હતા.

તેની સંખ્યા 432 હતી. જે અંગે અંકલેશ્વર પુરવઠા મામલતદાર દ્વારા પંચકેશ કરી જથ્થો સીઝ કર્યો હતો. જે અંગે જિલ્લા કલેક્ટર તેમજ પુરવઠા કલેકટર ની સૂચના આધારે અંકલેશ્વર મામલતદાર કે. એમ. રાજપૂત એ જરૂરી તપાસ કરી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ટેમ્પો ચાલક રાજેશ વસાવા, વચેટિયા ભગવતી ચુનીલાલ ખટીક અને અન્નનો સપ્લાય કરવાનો ઇજારો ધરાવતા સુરતના સત્યેન્દ્ર સિંહ શ્યામસુંદર રાજપૂત વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ હેઠળ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...