પરિણીતાના આપઘાત પ્રકરણમાં વળાક:અંકલેશ્વરમાં પરિણીતાના આપઘાત પ્રકરણમાં સાસરિયા વિરૂદ્ધ ફરિયાદ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ મારઝૂડ કરી ત્રાસ આપતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો
  • કિષ્નાકુંજ સોસાયટીમાં પરિણીતાના આપઘાત પ્રકરણમાં વળાક

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલી કિષ્નકુંજ સોસાયટી રહેતા અંતિમા નીરજના અલક નારાયણ દુબે સાથે ઉત્તર પ્રદેશ ખાતે 4 મહિના પૂર્વે લગ્ન થયા હતા. લગ્નના ટૂંકા ગાળામાં મહિલાએ સાસરીમાં આપઘાત કરી લીધો હતો.

દરમિયાન મૃતક અંતિમાના ભાઈ અવિનાશ રાકેશ રાધેશ્યામ ડૂબે એ શહેર પોલીસ મથકે તેના બનેવી નીરજ દુબે , તેનો જેઠ સૂરજ દુબે અને સાસુ મંજુ દેવી દુબે લગ્ન ના 4 મહિના માજ વારંવાર મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. અને રૂપિયા તેમજ સોના ની ચેઇન અને મોટર સાઇકલ ની માંગણી કરતા હતા જે અંગે પોતાની આપવીતી ફોન પર અંતિમા તેના પરિવારને જણાવતી હતી.

અંતે આત્મ હત્યા પૂર્વે પણ ગત 13 મી ના રોજ સાંજે પાણી ભરવાના મુદ્દે સાસુ એ ઝગડો કર્યો હતો અને તેના પતિ એ માર માર્યો હતો. એટલું જ નહિ જેઠ દ્વારા પણ બોલાચાલી કરી હતી. જે અંગે પણ ફોન કરી પોતાના ભાઈ માતા અને બહેન ને જાણ કરી હતી. અવિનાશ દુબે એ પોતાની ફરિયાદ માં પણ 15 મી ના રોજ નીરજ દુબે ફોન કરી જાણ કરી હતી અને વિડીયો કોલ પર પંખા પર વિડીયો લટકતો પણ બતાવ્યો હતો. અને પોતાની બહેન અંતિમા ને વારંવાર ઝગડો કરી હેરાન પરેશાન કરી શારીરિક માનસિક ત્રાસથી મજબુર થઇ આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...