પરપ્રાંતિય ઈસમ સામે ફરિયાદ:અંકલેશ્વરની વિધવા મહિલાને પજવણી કરતા પરપ્રાંતિય ઈસમ સામે ફરિયાદ; પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતી વિધવાએ એક પરપ્રાંતિય યુવક સાથે બે વર્ષ પ્રેમ સંબંધ રાખ્યા બાદ તેને તોડી નાખ્યો હતો. તે બાદ બળજબરી પૂર્વક પ્રેમ સંબંધ રાખવા અને છેડતી કરતા પરપ્રાંતિય યુવક વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે યુવાનને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

યુવક સાથે મહિલાએ બે વર્ષ સંબંધ રાખી તોડી નાખ્યો હતો
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં 42 વર્ષીય વિધવા રહેતી હતી. તેને 2 વર્ષે પૂર્વે મૂળ બિહારના અને હાલ સુરત ખાતે રહેતા પરપ્રાંતિય રામબાલક ભલા ફગુની દાસ યાદવ જોડે પ્રેમ સંબંધ હતો. જેથી તે અવારનવાર મહિલાના ધરે આવાગમન કરતો હતો. ત્યાર બાદ વર્ષ 2021માં મહિલા GIDCમાંથી મકાન ખાલી કરીને ગ્રામ વિસ્તારમાં રહેવા માટે ગઈ હતી. મહિલાએ મકાન બદલ્યા બાદ રામબાલક યાદવ જોડે પ્રેમ સંબંધ તોડી નાખી તેને બોલવાની ના પાડી હતી. જોકે તેમ છતાં પણ રામબાલક યાદવ મહિલાને તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી હેરાન-પરેશાન કરતો હતો. જોકે મહિલા એમ નહિ કરતા તે રસ્તામાં આવતા જતા મહિલાની છેડતી કરતો હતો.

આખરે કંટાળીને વિધવાએ પોલીસ ફરિયાદ નોંધાવી
એકવાર વિધવા મહિલા રસ્તામાં આવતી હોય તેને આંતરી તેની સાડી ખેંચી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં વિધવા મહિલાની પુત્રીના ફોટો પર બીભત્સ લખાણ લખી તેના કુટુંબીજનોને વોટ્સએપ વડે વાયરલ કરી બદનામ કરવાનું કાવતરું રચ્યું હતુ. આખરે વિધવા મહિલાએ કંટાળીને આ પરપ્રાંતિય યુવક વિરુદ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી, શારીરિક માનસિક હેરાનગતિ અને આઈ.ટી.એક્ટ હેઠળ ગુનો નોંધીરામબાલક યાદવને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...