તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:જહાંગીરપુરામાં ગટરની ટાંકીમાં કેમિકલ ઠાલવનારા અંકલેશ્વરના 4 સામે ફરિયાદ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં કેમિકલની દુર્ગંધ આવતા લોકોએ બહાર દોડી આવી 2 ટેન્કર પકડ્યા હતા
  • પોલીસે જાતે ફરિયાદી બની સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતોમાંથી ગેરકાયદે કેમિકલ વેસ્ટને જાહેરમાં ઠાલવવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. સુરતના જહાંગીરપુરામાં રાસાયણિક કેમિકલ પાલિકાની ગટરની કુંડીમાં ઠાલવતા અંકલેશ્વરના 2 ટેન્કરો મહિના પહેલા પકડાયા હતા. જેમાં જહાંગીરપુરા પોલીસે જાતે ફરિયાદી બની અંકલેશ્વરના રાજેન્દ્ર પાલ ઉર્ફે નસરુ પાલ, વિરમદેવસિંહ ગોહિલ, સુનીલ પાલ, બલભદ્રસિંહ જાડેજા તેમજ એક અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો છે.

જહાંગીરપુરા વરીયાવગામે ખોડીયાર માતાના મંદિર પાસે 29મી જુલાઈએ મોડી રાત્રે કેમિકલ માફિયાઓના દ્વારા પાલિકાની કુંડીમાં પાઈપ લગાડી કેમિકલ ઠાલવી રહ્યા હતા.જ્વલનશીલ કેમિકલની દુર્ગંધને કારણે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જેને લઇને ટેન્કર ચાલકો ટેન્કર ત્યાં મૂકી ભાગી ગયા હતા.જે તે વખતે આ ઘટનામાં જહાંગીરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે તે વખતે જીપીસીબી પણ મદદ લીધી હતી.

ટેન્કર અંકલેશ્વર -પાનોલી જીઆઇડીસી માંથી ભરી લાવવામાં આવ્યું હોવાનું અને અંકલેશ્વર ખાતે રહેતા માથાભારે કેમિકલ માફિયા દ્વારા પાલિકાની ગટરની કુંડીમાં નાખવામાં આવ્યો હોવાની આશંકા છે. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા ભૂતકાળમાં કેમિકલ માફિયાઓ વિરુધ્ધ દાખલ થયેલા ગુનાઓની પણ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના કેમિકલ માફિયાઓ હવે અન્ય વિસ્તારોમાં કેમિકલ ઠાલવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...