ફરિયાદ:CPI સાથે ગેરવર્તણૂંક મુદ્દે BTPના ચૈતર વસાવા સહિત 2 સામે ફરિયાદ

ડેડીયાપાડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વાહન ચેકિંગમાં રૂપિયા ખંખેર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો
  • કાર્યકરોએ પોલીસનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

લોકડાઉનના કડક અમલ માટે ડેડિયાપાડામાં પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરી જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી હતી. વાહનો ડિટેઈન પણ કરવામાં આવી રહ્યા હતા. દરમિયાન ડેડિયાપાડાનાં CPI સાથે BTPનાં કાર્યકરોએ ગેરવર્તણૂંક કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડેડીયાપાડાના સર્કલ પીઆઈ પી.પી.ચૌધરી તેમની ટીમ સાથે મોસદા રોડ ઉપર સ્ટાફ સાથે વાહન  ચેકિંગમાં હતા. દરમિયાન વાહનો ડિટેઈન કરતાં આ મામલે બીટીપીના કાર્યકરો ચૈતર વસાવા અને અબ્બાસ પંજવાણીએ રકઝક કરી હતી. સાથે એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી 2000 હજાર રૂપિયા ઉઘરાવવામાં આી રહ્યા છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

પોલીસની કામગીરીમાં દખલ કરવા સાથે જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી તેમની વિરૂધ્ધ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે પીએસઆઈ એ.આર.ડામોર તપાસ ચલાવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...