નવતર અભિગમ:ભરૂચ કલેકટર બન્યા કોમનમેન, બાઈક પર GIDCનું નિરિક્ષણ કર્યું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર જીઆઈડીસીમાં લ્યુપિન કંપનીના નર્સિંગ સેન્ટરની મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર બુલેટ અને ખુલ્લી જીપમાં નીકળ્યા હતા. - Divya Bhaskar
અંકલેશ્વર જીઆઈડીસીમાં લ્યુપિન કંપનીના નર્સિંગ સેન્ટરની મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર બુલેટ અને ખુલ્લી જીપમાં નીકળ્યા હતા.
  • અંકલેશ્વર જીઆઇડીસીની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ
  • લ્યુપિન દ્વારા ચાલતા નર્સિંગ સેન્ટરની મુલાકાત બાદ ખુલ્લી જીપમાં નીકળ્યાં

ભરૂચ જિલ્લા નવા વરાયેલા કલેકટર ડૉ. તુષાર સુમેરા નો નવતર અભિગમ જોવા મળ્યો હતો. ખુલ્લી જીપ અને બુલેટ પર બેસી જીઆઇડીસીમાં કર્યું ભ્રમણ હતું. જીઆઇડીસી ની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા નો કર્યો પ્રયાસ હતો. તેમજ વિવિધ પ્રોજેક્ટ અંગે કલેકટરે માહિતી મેળવી હતી. લ્યુપિન લી. દ્વારા ચાલતા નર્સિંગ સેન્ટરની પણ મુલાકાત દરમિયાન અચાનક કારને બદલે બુલેટ પર બેસી કલેકટરે જીઆઇડીસીની મુલાકાત સૌ ચકિત કર્યા હતા.

સામાન્ય રીતે અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કે જાત મુલાકાત પર જતાં હોય ત્યારે સરકારી ગાડીમાં બેસી જે તે સ્થળ નું નિરીક્ષણ કરતા હોય છે પણ ભરૂચના કલેકટર ડૉ. તુષાર સુમેરા બધાની અલગ તરી આવ્યા છે. તેઓ ગુરૂવારે અંકલેશ્વર ખાતે લ્યુપિન લી. દ્વારા ચાલતા નર્સિંગ કોર્સ સેન્ટરની પણ મુલાકાત માટે આવ્યા હતા. તેમના હસ્તે લુપીન કંપની તરફથી અમલમાં મુકવામાં આવેલ નર્સિંગ ટ્રેનિંગ સેન્ટર ના પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હાજરી આપી લ્યુપિન કંપનીમાં વૃક્ષારોપણ કર્યું હતુ. બાદમાં તેમણે અંકલેશ્વર જીઆઇડીસીની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. ઉપસ્થિતોને એમ કે કલેકટર હમણાં તેમની સરકારી કાર મંગાવશે અને જીઆઇડીસીમાં આંટો મારવા જશે પણ બધાની ધારણા ખોટી પડી હતી. તેઓ બુલેટ પર બેસી જીઆઇડીસીમાં આંટો મારવા નીકળ્યા હતા.

આ રાઇડ દરમિયાન કલેકટરને અંકલેશ્વરના ખખડધજ રસ્તાઓ અને ઉડતી ધુળની પણ અનુભવ થયો હતો. આ ઉપરાંત ખુલ્લી જીપમાં જીઆઇડીસીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શાળાઓ , વેક્સિનેશન સેન્ટર સહિતના સ્થળોની મુલાકાત લઈને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...