કાર્યક્રમ:ભરૂચ જિલ્લાના કબીરવડ નજીક 99મા સંત સમાગમ મેળાનો પ્રારંભ

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસીય મેળાવડામાં રાજ્યભરમાંથી કબીર ભક્તો ઉપસ્થિત રહેશે

ભરૂચ જિલ્લાના યાત્રાધામ કબીરવડ ખાતે 99 મોં સંત સમાગમ મેળો પ્રારંભ થયો છે. સંતો મહંતોની હાજરીમાં વિધિવત ધ્વજારોહણ કરાયું હતું. 3 દિવસીય સંત સમાગમ રાજ્યભરમાંથી કબીર ભક્તો ઉપસ્થિત રહેશે. અંકલેશ્વર કબીર આશ્રમના મહંત શ્રી ગુરુચરણ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. દેવ દિવાળી સુધી ચાલનાર સંત સમાગમમાં ભક્તો માટે ભંડારો તેમજ રહેવાની સગવડ સહીત વ્યવસ્થા મંદિર દ્વારા કરાઈ હતી.

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં બેટ સ્વરૂપે આવેલ યાત્રાધામ કબીરવડ ખાતે અંકલેશ્વર કબીર આશ્રમ વ્યવસ્થાપન કમિટીના ઉપક્રમે 99 મોં કબીર સંત સમાગમ મેળાનો આજ થી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહંત ગુરુચરણ દાસજી ના સાનિધ્ય માં સૌ પ્રથમ ધ્વજાનું પૂજન અર્ચન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

સંતો મહંતો ની હાજરી માં 3 દિવસીય કબીર સંત સમાગમ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કબીરપંથી ભક્તો પણ મોટી સંખ્યા માં રાજ્યભર માંથી કબીર મેળા માં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. સંતવાણી, ભજન કીર્તન, ભંડારો તેમજ કબીર વડ પ્રદક્ષિણા નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...