રાહત:અંકલેશ્વર પાલિકા દ્વારા વોર્ડ-1માં રૂં.57 લાખના કામોનું ખાતમુહૂર્ત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર પાલિકા દ્વારા વોર્ડ-1માં રૂં. 57 લાખના કામોનું ખાતમુહૂર્ત કરાયું - Divya Bhaskar
અંકલેશ્વર પાલિકા દ્વારા વોર્ડ-1માં રૂં. 57 લાખના કામોનું ખાતમુહૂર્ત કરાયું
  • રાજેશ નગર પાસે ડ્રેનેજ લાઈન નાખવા માટેનું કામ શરૂ કરાયું
  • કાર્યક્રમમાં નગર પાિલકા પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યાં

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા વોર્ડ નંબર 1 માં સોસાયટીઓમાં ડામર રોડ અને રાજેશ નગર પંપીંગ સ્ટેશન પાસે નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ નું ખાતમુહૂર્ત નગર પાલિકા પ્રમખ ના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં સેફરોન થી નીલકંઠ વિલા, વૃંદાવન થી જલારામ નગર, અને મંગલ મૂર્તિ તરફ જતો માર્ગ તેમજ વૃંદાવન સોસાયટીમાં ડામર રોડ ના કામ માટે રૂપિયા 38 લાખ મંજુર કરવામાં આવ્યા છે.

તેમજ રાજેશ નગર પંપીંગ સ્ટેશન પાસે નવી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ માટે 19.5 લાખ ફાળવવામાં આવતા આજરોજ સેફરોન પાસે આ કામોનુ નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ઉપપ્રમુખ કલ્પનાબેન મેરાઈ, વાહન કમિટીના ચેરમેન નિલેશભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યુ. આ પ્રસન્ગે, ડ્રેનેજ કમિટીના ચેરમેન અતુલભાઇ મોદી, માધ્યમિક કમિટીના ચેરમેન કિજંલબા ચૌહાણ, શહેર યુવા ભાજપ મહામંત્રી સંજયભાઇ પટેલ, નગરપ્રાથમિક શિક્ષણ સમિતી સભ્ય ધર્મેશભાઇ રાણા, જીલ્લા બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય પ્રિતેશભાઇ મોદી સહીત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...