ખાતમુહૂર્ત:અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે કમ્પાઉન્ડ વોલ માટે ખાતમુહૂર્ત

અંકલેશ્વર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે નગરપાલિકા દ્વારા રૂપિયા ૭ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટેની ખાતમુહૂર્ત વિધિ શનિવારના રોજ યોજાઈ હતી.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ અંકલેશ્વર હ્યુમન એઈડ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્કૂલ છે જેમાં આર્થિક રીતે પછાત તમામ વર્ગના બાળકોને ન્યાત-જાતના ભેદભાવ વિના ઉચ્ચ કક્ષાનું અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ રાહત દરે આપવામાં આવે છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ શાળા કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૂ સાત લાખ ફાળવવામાં આવ્યા છે જે કામનું ખાતમુહૂર્ત વિધિ શનિવારના રોજ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલના હસ્તે યોજાઈ હતી. આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી નાઝુ ફડવાલાએ તેમજ આચાર્ય અને શિક્ષક વર્ગ તથા વિદ્યાર્થીઓ નગરપાલિકાનો આભાર માન્યો હતો. પાલિકા પ્રમુખ વિનય વસાવા એ જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં રાહત દરે આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપનાર સંસ્થા તરીકે અમને ગર્વ છે.

અન્ય સમાચારો પણ છે...