યુવાનોની અનોખી પહેલ:અંકલેશ્વર-ભરૂચમાં ક્લીન ભરૂચ ક્લીન નર્મદાની ટીમે 4 ટન પુજાપો એકત્ર કર્યો, પ્રયાવરણીય પ્રદૂષણ અટકાવવા યંગસ્ટર્સ આવ્યા આગળ

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં ભાવિક ભક્તો દ્વારા 10 દિવસ બાપ્પાનું સ્થાપન કર્યા બાદ ગતરોજ શાંતિપુર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન કર્યું હતું. જોકે નર્મદા નદીમાં પ્રતિમાઓના વિસર્જન ઉપર પ્રતિબંધ હોવાથી કૃત્રિમ કુંડ ખાતે વિસર્જન માટે શ્રધ્ધાળુઓનો ધસારો રહ્યો હતો. બંને શહેરોમાં બનાવવામાં આવેલાં કુત્રિમ કુંડ ખાતેથી આશરે 4 ટન જેટલો પુજાપો એકત્ર કરવામાં આવ્યો હતો.

ક્લીન ભરૂચ ક્લીન નર્મદાની ટીમે 4 ટન પુજાપો એકત્ર કર્યો
નર્મદા નદીને સ્વચ્છ રાખવા માટે ટીમ કલીન ભરૂચ કલીન નર્મદા કાર્યરત છે. દરેક તહેવારમાં ટીમના સભ્યો નદી કિનારા પર તૈનાત રહે છે. જેમાં નદીમાં પુજાપા સહિતની વસ્તુઓને વિર્સજીત થતી અટકાવે છે. દશામાનું વિસર્જન હોય કે પછી ગણેશજીનું વિસર્જન આ ટીમના સભ્યો તમને મળી જ જશે .સીબીસીએન ટીમ સાત વર્ષથી કાર્યરત છે જનજાગૃતિના અવિરત પ્રયાસથી આ વર્ષે બધાજ ગણેશ ભક્તોએ વિશર્જન સમયે પ્લાસ્ટિકના કોથળા સાથે લાવઆ પૂજાપો જાતે જ ટેમ્પામાં મુક્યો હતો. નગરપાલિકા દ્વારા તેનો યોગ્ય ઉપયોગ અને બિનજરૂરી પ્લાસ્ટિકનો નિકાલ કરવામાં આવ્યો હતો. જયકિશનસિંહ પરમારની આગેવાનીમાં ટીમના સભ્યોએ સફળ કામગીરી કરી હતી. ગણેશ વિશર્જન સમયે ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તૈયાર કરેલ કૃત્રિમ તળાવ પર સ્વચ્છતા કાર્ય કરી 4 ટન જેટલો પ્લાસ્ટિકના કોથળા સાથેનો પૂજાપો એકત્રિત કરી દિવસભર સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...