શિક્ષકોનું બાળ સ્વરૂપ:અંકલેશ્વર પબ્લિક સ્કુલમાં ચિલ્ડ્રન્સ ડે ની ભવ્ય ઉજવણી કરાઈ; શાળાના શિક્ષકો બાળકો બની રમતો રમી મઝા કરી

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં આવેલી પબ્લિક સ્કૂલ ખાતે શાળના શિક્ષકો દ્વારા ચિલ્ડ્રન્સ-ડેની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. જેમાં શાળાના શિક્ષકોએ ગીત-સંગીત અને ડાન્સ દ્વારા બાળકો સાથે ઉજવણી કરી હતી.

શાળાના શિક્ષકો પણ બાળક બન્યા
અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ઉમરવાડા રોડ સ્થિત આવેલી છે જ્યાં શાળાના વિદ્યાર્થીઓ માટે શિક્ષકો દ્વારા ચિલ્ડ્રન્સ-ડે ની એક અલગ રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોને આ દિવસની મહિમા સમજાવતાં વિવિધ પ્રકારના ઉદાહરણ જેમ કે, નાટ્ય રૂપે, કથન દ્વારા, ગીત- સંગીત-ડાંસ અને મેજિક દ્વારા મનોરંજન કરાવ્યું હતું. સાથે-સાથે બાળકોનો આ દિવસ યાદગાર બની રહે એ માટે શાળાના તમામ શિક્ષકોએ નાના બાળક બની સુંદર મજાની રમત-ગમત અને ડાન્સ કરીને બાળકોનો આ પર્વ સફળ રીતે ઉજવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...