તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં રોષ:અંકલેશ્વરના ભંગાર માર્કેટ ખાતે પુનઃ રાસાયણિક કચરામાં આગ લગાવાઇ

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેમિકલ યુક્ત બેગોનો જાહેરમાં સળગાવી નિકાલ થતા લોકોમાં રોષ

અંકલેશ્વર ભંગાર માર્કેટ ખાતે પુનઃ રાસાયણિક કચરામાં આગ લગાવી સળગાવ્યો હતો. જાહેર માં કચરાનો નિકાલ કરાયો હતો. કેમિકલ યુક્ત બેગ સળગાવતા આગ ની જ્વાળા ઉંચે સુધી દેખાદેતા દોડધામ જોવા મળી રહી. તંત્ર ભંગારીયા સામે શરૂ કરેલી કામગીરી 2 દિવસો માજ આટોપી અને પુનઃ ભંગારીયાઓ માથું ઉચક્યું છે. કેમિકલ યુક્ત બેગોનો જાહેર માં સળગાવી નિકાલ કરવામાં આવતા પર્યાવરણવાદીઓ માં રોષ ફેલાયો છે. અંકલેશ્વર માં પુનઃ ભંગારીયા તત્વો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો નિકાલ કરતા જોવા મળ્યા છે.

અંકલેશ્વર ના ભરકોદ્રા ગામ ની કચરા ની ડમ્પિંગ સાઈડ પાસે અજાણ્યા ઈસમો દ્વારા કેમિકલ યુક્ત બેગનો નિકાલ કર્યો હતો અને તેને સળગાવી દીધી હતી. જ આગએ જોત જોતા માં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગ કેમિકલ યુક્ત ધુમાડાનું આવરણ છવાય જવા પામ્યું હતું જે લઇ હવા પ્રદુષણ ફેલાયું હતું અને અંદર થી તીવ્ર વાસ પણ આવતા ગ્રામજનો માં રોષ ફેલાયો હતો તંત્ર દ્વારા થોડા દિવસ પૂર્વે ભંગાર માર્કેટ માં ચાલતી બિન અધિકૃત પ્રવુતિ અટકાવા માટે 2 ટીમ ની રચના કરી હતી જે માંડ બે દિવસ એક્શન માં જોવા મળી હતી જે બાદ પુનઃ ભંગારીયા તત્વોએ માથું ઉચક્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો