અંકલેશ્વર નોટિફાઇડ વિભાગ દ્વારા નોટિફાઇડ હદ વિસ્તારમાં આવેલ C પમ્પીંગમાં અને તેની સામે ગેરકાયદેસરના અને અઘોસિત તળાવમાં કેહવાતી પ્રી-મોન્સુન કામગીરી ચાલી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યાં તેમના દ્વારા C પમ્પીંગ સ્ટેશનમાં નીચે જમા થયેલા અને વર્ષો જુના પ્રદુષિત કેમિકલ વેસ્ટ કાઢી સામે આવેલી ખુલ્લી જમીનમાં ખાડો ખોદી નાખવામાં આવી રહ્યું છે.જેનાથી ભૂગર્ભ-જળ પ્રદુષિત થઈ શકે છે. સ્થળ પર આ કામગીરી દરમ્યાન તીવ્ર વાસ આવી રહી છે. જે હવાના પ્રદુષણમાં વધારો કરી રહી છે. પ્રથમ દ્રષ્ટીએ આ એક ગેરકાયદેસરનું કૃત્ય દેખાઈ રહ્યું છે.
નોટિફાઇડ વિભાગ દ્વારા જ પર્યાવરણના કાયદાઓનું ભંગ કરવામાં આવી રહ્યું હોવાની કેફિયત વ્યક્ત કરાઈ છે.આ પમ્પીંગ સ્ટેશન સામે એક અઘોસિત ગેર-કાયદેસરનું તળાવ આવેલુ છે. જ્યાં તેને ઊંડું કરવાની કામગીરી ચાલી રહી છે. આ તળાવમાં પ્રદુષિત પાણી જમા થાય છે અને તેને પમ્પીંગ કરી C સ્ટેશન દ્વારા NCT માં ટ્રીટમેન્ટ અર્થે મોકલવામાં આવે છે. આ પણ એક ગેરકાયદેસરની અને બિન મંજુરી ની પ્રવૃત્તિ હોવાનો વધુ એક આક્ષેપ કરાયો છે.ગણતરી વગરના પ્રદુષિત પાણી ને NCT માં મોકલવામાં આવે છે. જે બિન જરૂરી ખર્ચનો બોજ અન્ય કંપનીઓ ભોગવતી હોય છે. આ પણ એક નાણાકીય અને પર્યાવરણને નુકશાન કરનારું છે.
ભૂતકાળમાં જીપીસીબીએ કાર્યવાહી કરી હતી
ભેગા થતા પ્રદુષિત પાણીથી ભૂગર્ભ જળ પ્રદુષિત થઇ શકે છે. અહી આવતા પ્રદુષિત પાણીને રોકવાની જરૂર છે. કેટલાક એકમો દ્વારા આ પ્રદુષિત પાણીનો નિકાલ કરવામાં આવે છે. આવા કેટલાક એકમો સામે ભૂતકાળમાં GPCB દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. આવા જ એકમો માટે આ એક નવી સગવડ ઉભી કરવામાં આવી રહી હોવાની રાવ વ્યક્ત કરાઈ છે. - સલીમ પટેલ, પ્રકૃતિ સુરક્ષા મંડળ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.