તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ઉમરવાડા ગામે કેમિકલ માફિયાઓ બેફામ 19 બેરલનો નિકાલ, GPCBએ નમુના લીધા

અંકલેશ્વર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વરનું ગામ કેમિકલ ઠાલવવાનું સેફ ઝોનઃ ફળદ્રુપ જમીનમાં કેમિકલ ફેલાતા જમીનને પણ નુકશાન

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની સીમમાં કેમિકલ માફિયાઓ દ્વારા કોઈ કંપનીના કેમિકલ રેસિડયુ ભરેલાં બેરલો ઠાલવી ગયા હતા અને તેમાંથી કેમિકલ વેસ્ટ ખાલી પણ કરી ગયા હતા, અને ભરેલા પણ નાખી ગયા હતા આ ઘટનાને લઇને ગ્રામજનોને થતા તેવો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાત્રીના અંધારામાં કરવામાં આવેલા નિકાલ અંગે કોણ થલાવી ગયું તેવો સવાલ ઉઠ્યો હતો. જે અંગે ગામ ના સરપંચ જાણ કરી હતી તો ગામ આગેવાન સુલેમાનભાઈ ઉર્ફે બાબુભાઈ વકીલ ને જાણ થતા તેવો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે જીપીસીબી ને જાણ કરતા જીપીસીબી ની મોનીટરીગ ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળ પર મળી આવેલ 19 જેટલા બેરલોમાંથી સેમ્પલ લીધા હતા.

આમારા ગામમાં કેમિકલ વેસ્ટ તેમજ પ્રદુષિત પાણીનો નિકાલ થાય છે
ગત રાત્રે અજાણ્યા ઇસમો ગાડી લઇ આવી ગામની સીમમાં કેમિકલ ભરેલા બેરલો ખાલી કરી નાખી ગયા હતા જ્યારે સવારે આ ઘટનાની જાણ મને થઈ ત્યારે હું તાત્કાલિક જીપીસીબી જાણ કરી હતી. વાંરવાર આમારા ગામ માં કેમિકલ વેસ્ટ તેમજ પ્રદુષિત પાણી નો નિકાલ થયા છે. > સુલેમાન વકીલ, સામાજિક કાર્યકર્તા, ઉમરવાડા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો