તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાનિકો લાલઘૂમ:આમલાખાડીમાં પીરામણ પંમ્પીંગ સ્ટેશને કેમિકલ યુક્ત પાણીનો ધોધ

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાસાયણિક પાણી સીધું આમલાખાડીમાં જતા સ્થાનિકો લાલઘૂમ
  • જીપીસીબીએ સેમ્પલ લઇ નોટીફાઈડ વિભાગને ચેતવણી પણ આપી

અમરાવતી નદી બાદ હવે આમલાખાડી નું એન્કાઉન્ટર થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આમલાખાડીમાં પીરામણ પમ્પીંગ સ્ટેશન કેમિકલ યુક્ત પાણી ધોધ વહ્યો હતો. રાસાયણિક પાણી સીધું આમલાખાડી જતા પર્યાવરણવાદીઓ લાલ ધૂપ જોવા મળી રહ્યા છે. જીપીસીબીએ સેમ્પલ લઇ નોટીફાઈડ વિભાગ ને હિદાયત આપી હતી. વરસાદી સિઝન માં ઉદ્યોગો ને છૂટો દોર મળ્યો હોય એમ સી.અને બી પમ્પીંગ અને હવે પીરામણ ફાઇનલ પમ્પીંગ સ્ટેશન બારોબાર પોન્ડ ઉભરાઈ ને આમલાખાડી માં છલકાયો હતો

વરસાદમાં આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણીની ફરિયાદ ગ્રામજનો દ્વારા પ્રકૃતિ સુરક્ષા મંડળ ને કરવામાં આવી હતી. તેઓ દ્વારા આ બાબતે તપાસ કરતા માલુમ પડ્યું કે, વાલિયા ચોકડી પાસે આવેલ ફાઈનલ પમ્પીંગ સ્ટેશન બંધ હાલતમાં હતું જેમાં આવતી એફ્લુઅન્ટ પાઈપલાઈન દ્વારા ખાડીમાં જતું હતું.

આ સિવાય નોટિફાઇડ હદ વિસ્તાર માંથી પણ વરસાદી પાણીની સાથે મોટા પ્રમાણ માં પ્રદુષિત પાણી આવી રહ્યું હતું જે ભેગું થઈ આમલાખાડી ખાડી માં જતું હતું જેથી ખાડી પ્રદુષિત થઈ હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી અને નોટિફાઇડ વિભાગને ઘટના સ્થળે ફરિયાદ કરવામાં આવતા જીપીસીબી દ્વારા મોડી રાત્રે સેમ્પલ લઇ નોટીફાઈડ વિભાગને હિદાયત આપી હતી. આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ને રૂબરૂ માં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

જીપીસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ની આસપાસ અનેક કુદરતી વરસાદી ખાડી ઓ વહે છે જે માં વારંવાર ના પ્રદુષિત પાણી ના વહન થી માછલીઓ અને જળ-ચળ ના મૃત્યુ થાય છે જેમાં અમરાવતી ખાડી માં આવા બનાવો વારંવાર બન્યા છે.

પ્રદુષિત પાણીના વહનથી જળ-ચળના મૃત્યુ થયા છે. અગાઉ 5 થી વધુ વખત ફરિયાદ કરી હતી. આમલાખાડી અમરાવતી ખાડી અને છાપરા ખાડી પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માંથી જતા પ્રદુષિત પાણીથી વારંવાર પ્રદુષિત થાય છે.

ખાડીઓમાં પ્રદુષણ ન થાય એ બાબતે NGT કોર્ટના હુકમ અને સુપ્રીમ કોર્ટના હુકમનું ઉલ્લઘન થઈ રહ્યું છે
પ્રદુષણના આવા કૃત્યો થી પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થયું છે. વરસાદી ખાડીઓમાં પ્રદુષણ ના થાય એ બાબતે NGT કોર્ટ ના હુકમ અને સુપ્રીમ કોર્ટના હુકમ નું ઉલ્લઘન થઈ રહ્યું છે. તંત્ર મુક પ્રેક્ષક બની લાચાર અવસ્થા માં હોય એમ લાગી રહ્યું છે. જ્યાં પમ્પીંગ સ્ટેશન ના NCT માં પ્રદુષિત પાણી મોકલવા માટે ના પંપ બંધ હાલતમાં હતા જેથી એફ્લુઅન્ટ ખાડી માં જતું હતું. આ બાબતે ફરજ પરના કર્મચારીઓ ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં લાઈટ જતા બંધ થયું છે અને પછી અમારી હાજરી માં જનરેટર ચાલુ કરી પંપ ચાલુ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...