ટ્રાફિક જામ:સિમેન્ટ ભરેલી ટ્રક ખોટકાઈ એક કલાક સુધી ટ્રાફિક જામ

અંકલેશ્વર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના ચૌટા નાકા પાસે સિમેન્ટ ભરેલી ટ્રક રસ્તા વચ્ચે ખોટકાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. - Divya Bhaskar
અંકલેશ્વરના ચૌટા નાકા પાસે સિમેન્ટ ભરેલી ટ્રક રસ્તા વચ્ચે ખોટકાતા ટ્રાફિક જામ સર્જાયો હતો.
  • અંકલેશ્વરના ચૌટાનાકા વિસ્તારમાં બનેલી ઘટના

હાલ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે કેટલીક છૂટછાટ મળતાં વેપાર ધંધા શરૂ થયા છે. સાથે વિકાસ કામો પણ શ્રમિકોના સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવી રહ્યા છે. દરમિયાન અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં પાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી. તેવામાં એક સિમેન્ટ ભરેલી ટ્રક ત્યાંથી પસાર થતાં રસ્તામાં જ ખોટકાઈ હતી. જેના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો.

અંકલેશ્વરના ચૌટા નાકા ખાતે સિમેન્ટ ભરેલી ટ્રક ખોટ ખાતા ત્રાફિક જામ સર્જાયો હતો. એક તરફ નગરપાલિકા ડ્રેનેજ સમસ્યાને લઇ મશીનરી મૂકી છે તો બીજી તરફ ટ્રક બંધ પડતા 1 કલાક સુધી વાહન-વ્યવહાર ખોરવાયો હતો. પોલીસે નિયંત્રણ કરવા ભારે જહેમત ઉઠાવી હતી. ટ્રક ટો કરી સાઈડ પર ખસેડ્યા બાદ પુનઃ વાહન વ્યવહાર ધબકતો કર્યો હતો. 

અંકલેશ્વર શહેરના હાર્ડ સમા ચૌટા નાકા વિસ્તારમાં બુધવારના સવારે નગરપાલિકા છેલ્લા 2 દિવસ થી ચોકબ ડ્રેનેજ લાઈન સફાઈ કામગીરી કરી રહી હતી જ્યાં પમ્પીંગ મશીન મુકવામાં આવ્યું છે તેની બાજુમાજ ત્રણ રસ્તા સર્કલ તરફ થી હાંસોટ તરફ જઈ રહેલ સિમેન્ટ ભરેલી ટ્રક અચાનક બંધ પડી જવા પામી હતી. જે બગાડી જતા બંને તરફનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. જેને નિયંત્રણ કરતા પોલીસ વિભાગને નવ નેજા પાણી ઉતર્યા હતા. ટ્રકને ટો કરી રોડ થી સાઈડ પર લાવ્યા બાદ ફરી વાહન વ્યવહાર ધબકતો થયો. હતો. એક કલાક સુધી ચાલેલા ઘટના ક્રમમાં વાહન વ્યવહારને વ્યાપક અસર થઈ હતી. સોશ્યલ ડિસ્ટન્સ પણ જાણવી ન શકાય તેટલા વાહનો ખડકાયા હતા. 

અન્ય સમાચારો પણ છે...