તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સુકાવલી ડમ્પિંગ સાઇટ પર સીસીટીવી લગાવાયાં

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડમ્પિંગ સાઇટના ઇન્ચાર્જ અધિકારી રિટાયર્ડ થવાના આરે, વિવાદ થતાં મેડિકલ લીવ મુકી રજા પર ઉતરી ગયા

અંકલેશ્વર શહેર માંથી નીકળતા ડોમેસ્ટિક તેમજ રેસીડેન્સલ વેસ્ટ કચરા માટે પાલિકા ની બનેલી સુકાવલી સાઈડ પર કચરો નિકાલ કરવામાં આવે છે. ત્યાં ખાતર બનાવવા માટે એજન્સી ની નિમણૂક કરવામાં આવી હતી. અમદાવાદ ની એજન્સી દ્વારા ગત મહિને રોજના 1400 થી 1500 ટન કચરાનો નિકાલ કરી મહિનામાં 50 હજાર ટન કચરાનો નિકાલ કર્યો હોવાનો રિપોર્ટ બતાવી તેના રોજના પર ટન 269 રૂપિયા લેખે અંદાજિત 3 થી 4 લાખ રૂપિયા નું ચુકવણું કરાયું હતું અને એક મહિના ના અંદાજે 1.25 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા.

જે અંગે સત્તાપક્ષ ના કારોબારી સભ્ય સંદીપ પટેલ દ્વારા ભાગ દોર લેતા સંભાળતાં જ તેવો દ્વારા બીલો જોઈ શંકા જતા આ બાબતે તપાસ શરુ કરાવી હતી અને સુકાવલી સાઈડ પર પાલિકા ના 2 કર્મચારી ની નિમણૂક કરી ત્યાં તાબડતોબ સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા જેવી તપાસ તેજ થતાંજ આ પાલિકા જે અધિકારી પાસે વિભાગ નો હવાલો હતો તે મેડિકલ લીવ પર ઉતરી ગયા હતા જેવો અધિકારી ટુકજ સમય માં રિટાયર્ડ પણ થવા ના હોઈ ત્યારે હવે પોતાની બાકી પડતી રજા ને લઇ ઓફીસ પર હાજર થવાની નહિવત શક્યતા છે.

આ વચ્ચે સીસીટીવી તેમજ પાલિકા કર્મચારીઓ સુકાવલી પર ફરજ ચાલુ કરતાજ અચાનક મશીનરી બગાડવા લાગી છે તો છેલ્લા 2 દિવસ થી વજન કાટો બંધ થઇ ગયો છે. જે પાછળ વીજળી મેન લાઈન બંધ થઇ જતા બંધ થઇ ગયો હોવાનો ખુલાસો સામે આવી રહ્યો છે. આ વચ્ચે છેલ્લા 10 થી બાર દિવસ પાલિકા કરવામાં સ્થળ પર નજર રાખતા જ રોજના 500 થી 600 ટન કરતા વધુ કચરા નો નિકાલ જ થતો હતો. ત્યારે 1400 થી 1500 ટન કરતા વધુ કચરા નો રોજ નો નિકાલ કેવી રીતે થતો હતો તેના પર સવાલ ઉઠી રહ્યા છે.

ઇજારદાર દ્વારા 22 કલાક કામ ચાલતો હોવાનો હવાલો આપતા 24 કલાક પણ કામ કરે તો પણ શક્ય ના હોવાનું પ્રાથમિક મોનીટરીંગ દરમિયાન નજર આવી રહ્યું છે. ત્યારે કથિત કૌભાંડ માં રૂપિયા કેવી રીતે ચુકવામાં આવ્યાછે. જેને લઇ પાલિકા કચેરી ખાતે અધિકારીઓ માં પણ હડકમ જોવા મળી રહ્યો છે. આ બાબતે કારોબારી ચેરમેન સંદીપ પટેલ ને પુછતા તેવો દ્વારા તપાસ ને લઇ કંઈપણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે તો વિપક્ષ દ્વારા પોતે બોર્ડ માં નિષ્પક્ષ તપાસ ની માગ કરી હોવાનું જણાવી રહ્યું છે ત્યારે કથિત કચરા નિકાલ કૌભાંડ માં અધિકારી કે પછી પદાધીકારી જવાબદાર છે કે ભાગ બતાઈ થઇ છે તે ટોક ઓફ ઘી ટાઉન ચર્ચા નો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...