નવી દિશા - નવું ફલક” શિક્ષણ વિભાગ દ્વારા અંકલેશ્વર ની એસ વી ઈ એમ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં તજજ્ઞ વક્તાઓએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
‘નવી દિશા-નવું ફલક’શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિત અને જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચ દ્વારા અંકલેશ્વર ની એસ વી ઈ એમ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની યોગ્ય પસંદગી કરી શકે તે માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગના સહયોગથી વિદ્યાર્થીઓ માટે પ્રથમવાર‘કારકિર્દી માર્ગદર્શન સેમીનાર’ યોજાયો હતો.
આ સેમિનારમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સમારોહમાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ના આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કલ્પેશ પરમાર , તાલુકા આરોગ્ય અધિકારી વિપુલ બરોડિયા , જિલ્લા રોજગાર કચેરી ના જીગ્નેશ રાણા , જિલ્લા પશુપાલન વિભાગ , તેમજ આઈ ટી આઈ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં વક્તાઓ એ વિદ્યાર્થીઓને કારકિર્દી માટે અનેક ક્ષેત્રોમાં નવી રોજગારીની તકોનું નિર્માણ થઇ રહ્યું છે.
અનેક મોટી કંપનીઓ ભારતમાં રોકાણ માટે આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડતર માટેની યોગ્ય પસંદગી કરવી જરૂરી છે.. ભારત એ યુવાઓનો દેશ છે. ગ્લોબલ વિલેજ બની ગયેલી દુનિયામાં કેરિયર ના પુષ્કળ વિકલ્પો છે ત્યારે કયા ક્ષેત્રની પસંદગી કરીને જીવનમાં સફળ કારકિર્દી બનાવી તે દિશામાં વિદ્યાર્થીઓએ મનોમંથન કરવું જરૂરી છે રોજગારી માટે વિદ્યાર્થીઓને અનેકવિધ ક્ષેત્રોમાં વિકલ્પો ખુલ્લા છે ત્યારે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે એસ વી ઈ એમ સ્કૂલ ના આચાર્ય મિલેન્દ્ર કેસરોલા ,વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.